Monday, August 31, 2015

દરેક સર્જકની પોતાની વ્યક્તિગત વિચારધારા હોય છે, બીજાનો હસ્તક્ષેપ નુકસાન પહોંચાડે છે


માંઝી : ધ માઉન્ટેન મેનના નિર્દેશક કેતન મહેતા, પુણે ફિલ્મ એન્ડ ટેલિવીઝન ઇન્સ્ટીટ્યુટમાંથી ઉત્તીર્ણ થયેલા દિગ્દર્શક છે. તેઓ ભવની ભવાઇ, માયા મેમસાહબ, મિર્ચ મસાલા અને મંગલ પાંડે જેવી ફિલ્મો બનાવી છે. તેમણે સરદાર પટેલની બાયોપિક પણ બનાવી છે. સારાંશ એ છે કે તેઓ એક સ્થાપિત દિગ્દર્શક છે. થોડા મહિના પહેલા તેમણે કંગના રણોત સાથે રાણી લક્ષ્મીબાઇ વિશે લાંબી ચર્ચા કરી હતી  અને કંગનાએ આ બાયોપિકમાં કામ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. 

હવે માહિતી મળી છે કે કંગના ફિલ્મમાં સહાયક નિર્દેશકનું પદ પણ માંગી રહી છે અર્થાત ટાઇટલમાં આવશે નિર્દેશક કેતન મહેતા અને કંગના રણોત. કેતન મહેતા માટે આ પ્રસ્તાવ થોડો અઘરો છે કેમ કે, બે લોકો ભેગા મળી ફિલ્મ નિર્દેશિત કઇ રીતે કરી શકે. કેતન મહેતાની પત્ની દીપા શાહીએ પણ એક ફિલ્મ બનાવી છે, પરંતુ તેઓ બંને પતિ-પત્ની હોવા છતાં પણ મળીને એક ફિલ્મ નિર્દેશિત નથી કરી શકતાં. દરેક વ્યક્તિનો પોતાનો એક દૃષ્ટિકોણ હોય છે. વ્યક્તિગત વિચારધારા હોય છે અને સર્જનના દરેક કામો વ્યક્તિગત હોય છે, આ ટીમ એફોર્ટ નથી. ફિલ્મ દિગ્દર્શકના મગજમાં સ્પષ્ટ હોય છે અને અને તેની પરિકલ્પનાને અનુરૂપ કામ કરવા માટે તૈયાર લોકનું તે યુનિટ બનાવે છે. તે શૂટિંગ પહેલા વાત-વિમર્શ માટે તૈયાર હોય છે પરંતુ નિર્માણ પ્રક્રિયામાં દરમિયાનગિરીને સહન કરી શકતો નથી, આમ અનેકના વિચારોથી બનેલી ફિલ્મ એક ભેળ જ બને છે.

 રાજેન્દ્ર યાદવ અને તેમની પત્ની મન્નૂ ભંડારીએ ‘એક ઇંચ મુસ્કાન’ નામની નવલકથા સાથે મળીને લખી હતી અને તે સફળ પ્રયોગ સાબિત ન થયો. ક્યારેક ક્યારેક સાહિત્ય ગોષ્ઠીમાં બે કવિઓ મળીને કવિતા લખે છે પરંતુ આ પ્રકારના પ્રયાસો ક્યારેય સિદ્ધ સાબિત થયા નથી. સ્વતંત્ર વ્યક્તિગત વિચારધારા અને તેની અભિવ્યક્તિની સ્વતંત્રતા એક સ્વસ્થ સમાજની પાયાની જરૂરિયાત છે. મત-મતાંતર પછી આપણું સાથે રહેવું જ સામાન્ય જીવનની ખાસિયત છે. કેટલીક સંસ્થાઓની જિદ હોય છે કે બધા એકસમાન વિચારે, આ તદ્દન અસ્વાભાવિક છે. આથી જ શિક્ષણ સંસ્થાઓએ એક જેવો યુનિફોર્મ પહેરવાનું ફરજિયાત કરી દીધું.
 
સંભવત: સ્કૂલ યુનિફોર્મ દ્વારા પૈસા કમાતી હશે પરંતુ શિક્ષણનો મૂળ હેતુ જ છે કે વિદ્યાર્થી પોતે પોતાની સ્વતંત્ર વિચારધારા વિકસાવે, આથી આ વિરોધાભાસી છે. સેનામાં યુનિફોર્મ અને અનુશાસન આવશ્યક છે પણ યુદ્ધ મેદાનમાં ઓફિસર પોતેથી પોતાની બુદ્ધિમાનીથી નિર્ણય લે છે અને તે જ પ્રમાણે કામ કરે છે. આમ આ ક્ષેત્રમાં વ્યક્તિગત વિચારોનું મહત્વ છે. પત્રકારત્વના સુવર્ણ યુગમાં સંપાદકનો વિચાર જ નિર્ણયાત્મક હોય છે. દસ લોકો મળીને એક લેખ નથી લખી શકતા પણ દસ અલગ-અલગ સ્તંભથી અખબાર બને છે.

 એ હકીકત છે કે કંગના રનોટે અમેરિકા જઇને બે વાર પટકથા લેખનનું શિક્ષણ મેળવ્યું છે અને ભવિષ્યમાં તે ફિલ્મ લખવા અને નિર્દેશિત કરવા ઇચ્છે છે. તે પોતે એ વિચારે કે શું ‘ક્વીન’ કે ‘તનુ વેડ્સ મનુ’ તેને નિર્દેશિત કરી છે? કંગના કેતન મહેતા સાથે કામ કરે કે ન કરે, એ તેનો અધિકાર છે પરંતુ સામૂહિક નિર્દેશનની તેની હઠ અયોગ્ય છે. ગૌરી શિંદે અને આર.બાલ્કી પતિ-પત્ની પરંતુ પોતા-પોતાની ફિલ્મો અલગથી બનાવે છે. શક્ય છે કે પટકથા લેખનમાં પારસ્પારિક સલાહ-સૂચન અને ટીપ્પણીઓ થતી હશે. આ જ રીતે સ્વસ્થ પરિવારમાં વિચારોનું વિનિમય હોય છે પરંતુ નિર્ણય લેવાયા બાદ તેમાં વિરોધને કોઇ સ્થાન નથી હોતું. આપણા ફિલ્મ જગતમાં સંગીતકારોની જોડિયો રહી છે - હુસનલાલ-ભગતલાલ, શંકર-જયકિશન, કલ્યાણજી-આનંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ વગેરે. 
 
 
આ તમામ જોડિયોએ પોતાના કામોનો ભાગ પાડી લીધો હતો, જેમ કે લક્ષ્મીકાંત ધુન બનાવીને પ્યારેલાલને સંભળાવતા અને પ્યારેલાલની સલાહ લઇ તેમાં ફેરફાર કરતા, તેમજ રેકોર્ડિંગ સમયે લક્ષ્મીકાંત નાયક-નાયિકાને ધુન સંભળાવીને રિહર્સલ કરાવતા. શંકરજી સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી સંગીત વર્ગમાં કામ કરતા અને જયકિશન કરાયેલા કામ પર પોતાના વિચારો રજૂ કરતા અને ફેરફાર કરતા હતા. ત્રણ વાગ્યાથી લઇને રાતે નવ વાગ્યા સુધી જયકિશન કામ કરતા હતાં. બેકગ્રાઉન્ડ મ્યુઝિક જયકિશન રચતા હતી અને બાકી પ્યારેલાલ બનાવતા હતા. આમ, આ ક્ષેત્રમાં પણ સર્જકની સ્વતંત્રતા હતી. }jpchoukse@dbcorp.in
 

No comments:

Post a Comment