આજના
સમયમાં મહિલાઓમાં હેર રિમૂવલનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. મહિલાઓ પોતાના
પબ્લિક એરિયાને સાફ રાખવા માટે તો વેક્સિંગનો ઉપયોગ કરતી જ હોય છે, પરંતુ
હવે તેઓ પોતાના પ્રાઇવેટ એરિયાને સાફ રાખવા માટે પણ બિકીનીવેક્સ કરાવતી હોય
છે. જો તમે પણ વેક્સિંગ કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો તેના માટે
અનેક વિકલ્પ અપનાવી શકો છો. બિકીનીવેક્સ અનેક પ્રકારનાં થાય છે અને તેમાં
શું તફાવત છે તેના વિશે જાણીએ...
બિકીનીવેક્સ
પેન્ટી લાઇન અથવા અમુક ખાસ પ્રકારના સ્વિમસૂટની આજુબાજુ દેખાવવાવાળા વાળના વેક્સિંગને બિકીનીવેક્સ કહેવામાં આવે છે. આ પ્રકારના વેક્સિંગમાં પેન્ટી લાઇનની આજુબાજુના ભાગને સંપૂર્ણ રીતે હેરલેસ કરી દેવામાં આવે છે. અમુક લોકો આવા વેક્સિંગ ઘરમાં જ કરવા પસંદ કરતા હોય છે, જ્યારે અમુક પાર્લરમાં પણ આવા વેક્સિંગ કરવામાં આવે છે.
બ્રાઝિલિયન વેક્સ
બ્રાઝિલિયન વેક્સમાં આગળ-પાછળ સહિત પૂરા પબ્લિક એરિયાને રિમૂવ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ પબ્લિક એરિયા સંપૂર્ણપણે હેરલેસ થઈ જાય છે. આજકાલ આ વેક્સને હોલિવૂડ વેક્સના નામથી પણ ઓળખવામાં આવે છે. બ્રાઝિલિયન વેક્સ કરાવતી વખતે એક વાતનું ધ્યાન રાખવું કે તમે જે ભાગમાં વેક્સ કરાવી રહ્યાં હોવ તે ભાગ બેક્ટેરિયાથી પ્રભાવિત ન હોય અને દરેક વખતે એક નવી સ્ટ્રીપ, વેક્સ શીટનો ઉપયોગ કરવામાં આવતો હોય. આ વેક્સ બહુ જ કષ્ટદાયક હોય છે એટલે તેના માટે સંપૂર્ણપણે તૈયાર રહો.
ફ્રેન્ચ વેક્સ
ફ્રેન્ચ વેક્સ પણ બ્રાઝિલિયન વેક્સ જેવું જ હોય છે. આમાં વલ્વ(યોનિમુખ)ની ઉપર એક નાનકડી હેર સ્ટ્રીપ મૂકીને બધા જ પબ્લિક એરિયાને રિમૂવ કરી દેવામાં આવે છે. આ હેર સ્ટ્રીપને લેન્ડિંગ સ્ટ્રીપ પણ કહેવામાં આવે છે. આજના સમયમાં મહિલાઓ ટ્રાઇએંગલ શેપ્ડ સ્ટ્રીપને પણ પસંદ કરતી હોય છે. વેક્સિંગ સિવાય તમે બિકીનીએરિયાના વાળથી છુટકારો મેળવવા માટે લેસર રિડક્શન મેથડ, શેવિંગ, એપ્લિકેટર અથવા હેર રિમૂવલ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો.
વેક્સિંગ અને જાતીય જીવન
વેક્સિંગની મદદથી પ્યુબિક હેર દૂર કર્યા બાદ 24 કલાક સુધી ત્યાં કોઈ પણ જાતનો સંપર્ક થવો ન જોઈએ. માત્ર સેક્સ પુરતું જ નહીં પણ ત્યાં સીધો સૂર્ય પ્રકાશ પણ ન પડવો જોઈએ કે ટીની બિકીની પણ તે સમયે પહેરવી ન જોઈએ. જો તમે 24 કલાક રાહ ન જોઈ શકો અને એ દરમિયાન જાતિય સંબંધ બાંધો છો તો તેના કારણે બહારના બેક્ટેરિયા અંદર જવાનું જોખમ રહે છે. આ ઉપરાંત ઘર્ષણ અને પરસેવો પણ તમારી ત્વચાને નુકશાન કરી શકે છે.
No comments:
Post a Comment