રુક્ષ્મણિ,
જાંબુવંતી, સત્યભામા, કાલિન્દી, મિત્રબિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા આ
હતાં પત્નીઓના નામ, ચાલો જાણીએ તે અંગેનું શું છે રહસ્ય.
1. રુક્ષ્મણિઃ મહાભારત અનુસાર વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી રુક્ષ્મણિના 5 ભાઈઓ હતા. રુક્મ, રુક્મરથ, રુક્મબાહુ, રુક્મકેસ તથા રુક્મમાલી. રુક્ષ્મણિ સર્વગુણ સંપન્ન અને અતિ સુંદર કન્યા હોવા ઉપરાંત તેના શરીરિક લક્ષણો દેવી લક્ષ્મી જેવા હતા. તેથી તેને લક્ષ્મી સ્વરૂપા પણ કહેવાતું હતું.
ભીષ્મક અને રુક્ષ્મણિ પાસે જે લોકો આવતા-જતા હતા તે બધાં જ શ્રીકૃષ્ણની પ્રશંસા કરતા રહેતા હતા. શ્રીકૃષ્ણના ગુણો અને તેની સુંદરતા પર મુગ્ધ થયેલી રુક્ષ્મણિએ તેને મનોમન જ પોતાનો વર માની લીધો હતો. કૃષ્ણ તેના મનોભાવ જાણતા હતા પણ રુક્મ તેની બહેનના લગ્ન શિશુપાલ સાથે કરાવવા ઈચ્છતો હતો. માતા-પિતાનો વિરોધ હોવા થતાં રુક્મે શિશુપાલ સાથે સંબંધ પાકો કરી રુક્ષ્મણિના લગ્નની તૈયારીઓ આરંભી દીધી હતી. જ્યારે આ વાતની જાણ રુક્ષ્મણિને થઈ ત્યારે તે અત્યંત દુઃખી થઈ ગઈ હતી. પોતાની અંતરેચ્છા વર્ણવા તેણે એક બ્રાહ્મણને દૂત બનાવી શ્રીકૃષ્ણ પાસે મોકલ્યો હતો. પછી શ્રીકૃષ્ણે હરણ કરીને તેને લઈ જઈને લગ્ન કરી લીધાં હતાં.
તેમના પુત્રોના નામ પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ, સુદેષ્ણ, ચારુદેહ, સુચારુ, ચરગુપ્ત, ભદ્રચારુ, ચારુચંદ્ર. વિચારુ અને ચારુ હતા.
2. જાંબુવંતીઃ
સ્યમંતક મણિ ઈંદ્રદેવ ધારણ કરતા હતા. આજથી 5000 વર્ષ પહેલાં પહોલાં તે દુનિયાના તમામ હીરાઓમાં રાજા ગણાતો હતો. જેવી રીતે આજે કોહિનુરની ગણના કરવામાં આવે છે તેવી જ રીતે આ હીરાની ગણના કરવામાં આવતી હતી. આ ચમત્કારિક મણિ માટે અનેક યુદ્ધો ખેલાઈ ગયાં.
ભગવાન શ્રીકૃષ્ણને પણ આ મણિ માટે યુદ્ધ કરવું પડ્યું હતું. તેમને મણિ માટે નહીં પણ પરંતું પોતાના પર લાગેલો મણિચોરીનો આરોપ ખોટો પરુવાર કરવા જાંબુવંત સાથે યુદ્ધ કરવું પડ્યું. વાસ્તવમાં આ મણિ સત્યભામાના પિતા સત્રાજિત પાસે હતો. તેને આ મણિ સૂર્યભગવાને આપ્યો હતો. એક દિવસે કોઈ સમારંભમાં શ્રીકૃષ્ણે તે મણિ અક્રુરજીને આપી દેવા સત્રાજિતને કહ્યું હતું પણ તેણે તે આપ્યો ન હતો. તે મણિ તેની પાસે જ હતો અને ચોરીનો આરોપ આવ્યો હતો શ્રીકૃષ્ણ પર.
સત્રાજિતે તે મણિ પોતાના પૂજા ઘરમાં છૂપાવી દીધો હતો. ત્યાંથી તે મણિ પહેરીને તેનો ભાઈ પ્રસેનજિત શિકાર કરવા ચાલી નિકળ્યો હતો. જંગલમાં તેને અને તેના ઘોડાને એક સિંહે મારી નાંખી મણિ પોતાની પાસે રાખી લીધો હતો. સિંહ પાસે મણિ જોઈને જાંબુવંતે તેને મારી નાંખી મણિ પોતાના કબ્જામાં લઈ લીધો હતો. આ વાતથી અજાણ સત્રાજિતે મણિચોરીનો આરોપ કૃષ્ણ પર લગાવી દીધો હતો.
શ્રીકૃષ્ણે મણિ હાંસલ કરવા જાંબુવંતજી જોડે દ્વંદ્વયુંદ્ધ કર્યું હતું. જાંબુવંતજી જ્યારે હારવાની તૈયારીમાં હતા ત્યારે તે શ્રીરામને પોકારી ઉઠ્યા હતા. તેમની પોકાર સાંભળીને શ્રીકૃષ્ણે તેમની સામે રામ સ્વરૂપે હાજર થવું પડ્યું હતું. જાંબુવંતને જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ જ રામ છે ત્યારે તેણે સમર્પણ કરી લઈને પોતાની પુત્રી જાંબુવંતીને તેની સાથે પરણાવી હતી. મણિ શ્રીકૃષ્ણને ભેટ ધરી દીધો હતો.
શ્રીકૃષ્ણથી જાંબુવંતીને થયેલા સંતાનોમાં સામ્બ, સુમિત્ર, પરાજિત, શતજિત, સહસ્ત્રજિત, વિજય, ચિત્રકેતુ, વસમાન, દ્રવિડ અને ક્રતુ હતું . સામ્બના કારણે જ યદુવંશનો નાશ થયો હતો. સામ્બે દૂર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે લગ્ન કર્યા હતા.
3. સત્યભામાઃ
શ્રીકૃષ્ણ મણિ લઈને આવ્યા પછી તેમણે તે મણિ સત્રાજિતને આપી દીધો. મણિ મેળવીને સત્રાજિત ખુબ જ લજ્જિત થઈ ગયાં. તેમને શ્રીકૃષ્ણ પર ચોરીનો આરોપ લગાવવા બદલ પસ્તાવો થવા લાગ્યો. તેણે શ્રીકૃષ્ણની ક્ષમા માંગી અને પોતાની પુત્રી સત્યભામાને તેમને સોંપી. તેનો પત્ની તરીકે સ્વીકાર કરવા કહ્યું. મણિ દહેજમાં રાખી લેવા કહ્યું. શ્રી કૃષ્ણે કહ્યું કે આ મણિ તો આફતજન્ય છે. મણિને લીધે તો તેને 2-2 મણિથી વિશેષ પત્નીઓ મળી ગઈ. મણિ તેઓ રાખવા માંગતા નથી. ત્યારે સત્રાજિતે તે મણિ પોતાની પુત્રી સત્યભામાને અર્પણ કરી દીધો. મણિને કારણે જ સત્યભામા પટરાણી ન હોવા છતાં પટરાણી જેવું સુખ ભોગવી શકી હતી. આ ઉપરાંત સત્યભામાને દેવમાતા અદિતિથી ચીરયૌવનનું વરદાન મળેલું હતું. શ્રેષ્ઠ કૂળની દિકરી હોવાનું પણ તેને અભિમાન હતું. જ્યારે નારદજી દ્વારા મળેલા પારિજાતના પુષ્પથી રુક્ષ્ણણિ ચીર યૌવન થઈ ગઈ ત્યારે સત્યભામા ગુસ્સે થઈ ગઈ હતી. એને તે પુષ્પ મેળવવા જિદ કરી હતી.
શ્રીકૃષ્ણ સત્યભામાના સંતાનોના નામ ભાનુ, સુભાનુ, સ્વરભાનુ, પ્રભાનુ, ભાનુમાન, ચંદ્રભાનુ, વહદભાનુ, અતિભાનુ, શ્રીભાનુ, અને પ્રતિભાનુ હતું.
4. કાલિન્દીઃ
એક વખત શ્રીકૃષ્ણ અને અર્જુન વનવિહાર કરવા નિકળ્યા હતા. જે વનમાં તેઓ વિહાર કરતા હતા ત્યાં સૂર્ય પુત્રી કાલિન્દી, શ્રીકૃષ્ણને પતિ તરીકે મેળવવા તપ કરતી હતી. કાલિન્દીની મનોકામના પૂર્ણ કરવા શ્રીકૃષ્ણે તેની સાથે વિવાહ કર્યા.
કાલિન્દીથી શ્રીકૃષ્ણને શ્રૃત, કવિ, વૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાંતિ, દર્શ, પૂર્ણમાસ, અને સોમક હતું.
5. મિત્રવિન્દાઃ
એક વખત શ્રીકૃષ્ણ વનવિહાર માટે અર્જુન સાથે ગયા. દરમિયાન ઉજ્જયિનીમાં ચાલી રહેલાં સ્વયંવરમાં ભાગ લીધો અને તેમાં શ્રીકૃષ્ણ મિત્રવિન્દાને વરીને લઈ આવ્યા.
મિત્રવિન્દા અને શ્રીકૃષ્ણના સંતાનોમાં વૃક, હર્ષ, અનિલ, ગૃધ્ર, વર્ધન, અન્નાદ, મહાંસ, પાવન, વાહ્યિ અને ક્ષુધિ હતું.
6. સત્યાઃ
એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણે કૌશલરાજ નરેશ નગ્નજિતના 7 બળદોને એકસાથે નાથીને તેની કન્યા સત્યાનું પાણિગ્રહણ કર્યું. સત્યા પણ શ્રીકૃષ્ણની આઠ મુખ્ય રાણીઓમાંની એક હતી.
સત્યા- શ્રીકૃષ્ણના સંતાનોના નામ વીર, ચંદ્ર, અશ્વસેન, ચિત્રગુપ્ત, વેગવાન, વૃષ, આમ, શંકુ, વસુ અને કુંતિ હતું.
7. ભદ્રાઃ
સત્યા પછી કૈકેયની રાજકુમારી ભદ્રા સાથે શ્રીકૃષ્ણના વિવાહ થયા હતા.
ભદ્રા-શ્રીકૃષ્ણના સંતાનોમાં સંગ્રામજિત, વૃહત્સેન, શૂર, પ્રહરણ, અરિજિત, જય, સુભદ્ર, વામ, આયુ અને સત્યક હતું.
8. લક્ષ્મણાઃ
ભદ્ર દેશની રાજકુમારી લક્ષ્મણા શ્રીકૃષ્ણને ચાહતી હતી. પરંતું પરિવારજનો વિવાહ માટે રાજી ન હતા. ત્યારે લક્ષ્મણાને શ્રીકૃષ્ણ એકલાજ હરીને લઈ આવ્યા હતા. લક્ષ્મણાના પિતાનું નામ વૃહત્સેન હતું.
લક્ષ્મણા અને શ્રીકૃષ્ણના સંતાનોના નામ પ્રઘોષ, ગાત્રવાન, સિંહ, બલ, પ્રબલ, ઉર્ધ્વગ, મહાશક્તિ, સહ, ઓજ અને અપરાજિત હતું.

No comments:
Post a Comment