Monday, August 24, 2015

ગરદન જકડાઈ જાય તો બેસી ન રહેતા...

Breaking News
.

ગરદન જકડાઈ જાય તો બેસી ન રહેતા....

યોગાસનો કરો અને રાહત મેળવો

ઘણી  વ્યક્તિ  ગરદન મચકોડાઈ જાય, ખભા જકડાઈ જાય, કમરમાં  અસહ્ય પીડા થાય તો સાધારણ બામ, આયોડેક્સ જેવા મલમ લઈ માલિશ કરે છે. ગરમ પાણીનો શેક કરે છે. પરંતુ, બીજી કોઈ તબીબી સારવાર લેવાનું  ટાળે છે. કેટલાંક  તો અડોશીપડોશીએ સૂચવેલા દેશીવૈદો કરે છે.  આમ  મોટા ભાગે લોકોનું  આરોેગ્ય કથળે ત્યારે વધુ નુકસાન  થતું  અટકાવવા  માટે ડોક્ટરનો  સંપર્ક કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જીવનમાં   આગળ વધી જવાની લાલસામાં આરોગ્યને વિચાર કરતા નથી. પરિણામે આપણે જે કંઈ આર્થિક  રીતે મેળવ્યું હોય ે છે તે આરોગ્યને બચાવવા માટે ખર્ચી નાખવું પડે છે.
આજે તબીબીવિશ્વે અભૂતપૂર્વ ક્રાન્તિ સર્જી છે. આમ છતાં શારીરીક અને માનસિક યાતનાઓને અટકાવવા માટેની  સર્વાંગી અસરકારક પધૃધતિ હજી સુધી શોધાઈ નથી. જો કે આપણા  ઋષિમુનીઓએ  વિવિધ આસનો અને પ્રાણાયમની પધૃધતિ દ્વારા રોગમુક્તિ મેળવવાની થેરપી આપણને ભેટ ધરી છે ખરી.
યોગના વર્ગમાં આવતો દરદી સામાન્ય રીતે એમ કહે છે કે તેને ગરદનને લગતી મુશ્કેલી છે અને તેથી તે આસનો શીખવા માગે છે. અથવા તો તે શરીરના કોઈ અન્ય અવયવમાં તકલીફ   છે માટે આસનો શીખવા ઉત્સુક હોય છે, પરંતુ આખી વાત કરતાં દરદી એક બાબત આસાનીથી વીસરી જાય છે.  અને  તે એ કે માનવશરીરના તમામ અવયવો એકબીજાની સાથે સંબંધ ધરાવે છે. તેથી  એક અવયવની તકલીફ ઉદ્ભવે તેની અસર  નિશ્ચિત જ બીજા અવયવ પર પડે. દાખલા તરીકે ડોક કે ગરદન અક્કડ થઈ  ગઈ હોય અને તેની સારવારમાં વિલંબ થાય તો તેનાથી કરોડરજ્જુ પર વિપરીત અસર પડે અને કરોડરજ્જુની ખામીને કારણે પગમાં  મુશ્કેલી ઊભી થાય.
આનો   અર્થ એ  કે આપણી આદતો, ખાણી-પીણી નિદ્રા અને માનસિક તાણને આપણા  આરોગ્ય સાથે સીધો સંબંધ  છે. તેથી જો આ રોજિંદી આદતો અને જીવનશૈલીમાં  વિકૃત આવે કે ફેરફાર થાય કે તરત રોગને  તમારા શરીરમાં  દાખલ થવાનું કારણ મળી જાય છે. એક વાર નાની બીમારી કે સામાન્ય દુખાવો પણ શરીરમાં પ્રવેશે અને તેનાં સમયસર યોગ્ય નિદાન અને ઉપચાર ન કરવામાં આવે તો તકલીફ તબક્કાવાર વધીને બીમારીમાં પરિવર્તિત થઈ શકે છે. માટે જ આપણા ઋષિમુનિઓ દ્વારા શોેધાયેલાં આસનો શરીરના તમામ અવયવોને અને ઈન્દ્રિયોને  આયુષ્યના પૂર્ણ  કાળ સુધી  સુચારી રીતે સક્રિય રાખવામાં અને માણસને રોગમુક્ત રાખવામાં મહત્ત્વની   ભૂમિકા અદા કરે છે.
પ્રસારિતા પદોત્તમાસન, ગરદન, ખભા અને કરોડરજ્જુને સ્વસૃથ રાખવા  માટે અસરકારક છે. આ ઉપરાંત અર્ધઉત્તાનાસન અને ગોમુખાસન પણ ઉપયોગી આસનોે છે. આ યોગાસનો સર્વાઈકલ સ્પોન્ડિલાઈસીસ, ખભા અને છાતીના વિકારોને અટકાવવા  અને  નિવારવામાં ઉપયોગી પૂરવાર થાય છે.
આસન કરવાની પદ્ધતિ :
 
(અ) પ્રસારિતા પદોત્તનાસન :   લાકડાનું એક નાનકડું ટેબલ  અથવા ઘોડી લઈ તેના પર બે  હાથ ટેકવો અને એક પગને ટેબલના સામા  છેડા   સુધી લઈને  પૂર્ણ શરીરના બે હાથ પર સિૃથર કરો. શ્વાસોચ્છવાસ નોર્મલ રાખો.
 
(બ)  અર્ધઉત્તાનાસન :  એક ટેબલ લો. તેના પર બે હાથ કોણીઓથી વાળીને સમાન રીતે ટેકવો. માથું  જમીન તરફઉ રાખી ઊભા રહેવું જરૃરી છે. આ આસાન કરવાથી ગરદન અને કરોડરજ્જુને લગતી તકલીફોથી રાહત મળશે.
(ક) આ ઉપરાંત સીધા ઊભા રહીને તમારા બંને હાથ સીધા પાછળ લઈ જઈને  બારી અથવા બાલ્કનીમી જાળી કે સળિયાને  પકડો. અંતથી આગળ વધીને પગ વાળીને ધીમેથી બેસવાનો  પ્રયત્ન કરો.
(ડ) ગોમુખાસન :   જમીન પર બંને પગ વાળીને બેસો. ત્યારબાદ ડાબો હાથ કોણીના ભાગમાંથી વાળીને પર લઈ  જાઓ અને જમણા હાથને કોણીથી વાળીને પાછળ લઈ  જઈને ડાબા હાથને પકડી  શ્વાસોચ્છવાસ કરો. આ આસનો કરવાથી ગરદન, કરોડરજ્જુ, શ્વાસોચ્છવાસની તકલીફો અને છાતીની તકલીફોમાં રાહત મળી શકે. આ ઉપરાંત પેટ અને થાપાના વિકારો પણ આ આસાનોથી અટકાવી શકાય છે. આ આસનોની  અટકાવી શકાય છે.  આ આસનોની નિયમિત આદતથી આર્થરાઈટીસની બીમારીમાં રાહત મળી શકે છે.  તથા ભારે માનસિક તાણ અને દબાણમાં  રાહત પણ મળે છે.
યોગાસનોના એવા ઘણાં  પ્રકાર છે જેના દ્વારા ડાયાબિટીસ પર અંકુશ  આણી શકાય.  હૃદયની શક્તિ વધારી શકાય.
 

No comments:

Post a Comment