Prakash Biyani
| Aug 08, 2015, 04:08AM IST

કૃષિ સ્નાતકોના રોલ મોડલ ખેડૂતપુત્ર ભાસ્કર રાવ, વાર્ષિક ટર્નઓવર 1131.18 કરોડ
ભારત ‘ગ્લોબલ સ્પીડ હબ’ બનવાની ક્ષમતા ધરાવે છે પણ સરકારે બિયારણ
ઉદ્યોગને પ્રિફર્ડ ઇન્ડસ્ટ્રીનું સ્થાન આપવું પડે જેથી સીડ બિઝનેસને
સ્વતંત્રતા મળે.
ખેતીમાં રાહ જોવાતી નથી. ખેડૂતને યોગ્ય સમયે, પૂરતાં પ્રમાણમાં, સારી ગુણવત્તાવાળું બિયારણ મળવું જોઇએ અને આવું બિયારણ કારખાનામાં બનતું નથી. વળી, બિયારણ ધારીએ ત્યારે અને ઇચ્છીએ તેટલું બનાવી શકાતું નથી. બિયારણની ડિમાન્ડ શરૂ થાય પછી બિયારણ પૂરું પાડતા બિઝનેસમેનને ગ્રેડિંગ, પેકિંગ અને સપ્લાય માટે ફક્ત 15થી 20 દિવસ જ મળે છે. આવા કઠિન ઉદ્યોગમાં કાવેરી સીડ્સનું વાર્ષિક ટર્નઓવર પાંચ વર્ષમાં પાંચ ગણું (234.7 કરોડ રૂપિયામાંથી 1131.18 કરોડ રૂપિયા) થયું છે. કાવેરી સીડ્સના સ્થાપક જી.વી. ભાસ્કર રાવ છે.
જી.વી. ભાસ્કર રાવનો જન્મ ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમણે આંધ્રપ્રદેશની કૃષિ યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી 1974માં સ્નાતકની ડિગ્રી મેળવી. 26 વર્ષની વયે તેમણે પોતાના વતન કરીમનગર (તેલંગાણા)માં મકાઇનું ઉત્પાદન વધારવા માટે પરિવારની 10 એકર જમીન પર હાઇબ્રિડ સીડ્સની ખેતી કરી. આ ટ્રાયલનું પરિણામ સારું મળ્યું એટલે તેમનામાં હિંમત વધી. તેમણે પદ્ધતિસર પબ્લિક બ્રીડ સીડ પ્રોડક્શન પ્રોગ્રામ શરૂ કરવા માટે 1976માં પોતાના નામે પ્રોપ્રાઇટરશિપ ફર્મ જી.વી. રાવ એન્ડ કંપની બનાવી. આ કંપનીએ સૌથી પહેલાં મકાઇ, બાજરો, સનફ્લાવર અને અન્ય અનાજના હાઇબ્રિડ સીડ્સની ખેતી કરાવી.
આંધ્રપ્રદેશમાં કાવેરી નદી દ્વારા સિંચાઇ ખેતી થાય છે. તેથી 1986માં ભાસ્કર રાવે કંપનીનું નામ બદલીને કાવેરી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કર્યું. એ વખતે ભાસ્કર રાવે ‘વન મેન આર્મી’ની જેમ હજારો ખેડૂતોની સાથે પબ્લિક બ્રીડ સીડ પ્રોડક્શન પ્રોગ્રામનું સંચાલન કર્યુ. ખેડૂતોને મળીને સીડ્સ વેચવા માટે તેઓ પોતાની બ્લેક એનફિલ્ડ બાઇક પર ગામડે ગામડે રખડ્યા. તેમણે એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યું છે, ‘હું એ વખતે એક વર્ષમાં ત્રણ લાખ કિલોમીટર બાઇક પર ફર્યો હતો. બાઇક પર સીડ પેકેટ્સ મૂકીને હું ખેડૂતો સુધી પહોંચતો હતો અને સિઝન પૂરી થયા પછી ઉઘરાણી માટે તેમની પાસે જતો હતો.’
એ વખતે ભાસ્કર રાવે જર્મપ્લાઝમ ભેગા કરીને નવી હાઇબ્રિડ વેરાયટીના શ્રીગણેશ કર્યા. કાવેરી સીડ્સની પોતાની પહેલી હાઇબ્રિડ મકાઇ વેરાયટી કાવેરી-517 હતી. વધુ પાકની સાથે દુષ્કાળનો સામનો કરવામાં સક્ષમ કાવેરી મકાઇ-517ને ખેડૂતો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો. સિઝનમાં કંપની 10થી 15 ટ્રક કાવેરી-517 વેચતી હતી. તે હાલમાં 300 ટ્રક (3000 ટન) સીડ્સ વેચે છે. ત્યાર પછી ભાસ્કર રાવે કદી પાછું વળીને જોયું નહીં અને તેમણે પ્રગતિ અને સફળતાના હાઇવે પર જેટ સ્પીડે દોટ મૂકી.
કાવેરી સીડ્સ હાલમાં કોટન, મકાઇ, સનફ્લાવર, કઠોળ, રાઇ, જુવાર, બાજરો, ઘઉં ઉપરાંત ટામેટાં અને મરચાં જેવા વિવિધ પાકની 75થી વધારે વેરાઇટીના હાઇબ્રિડ સીડ્સ બનાવે અને વેચે છે. બીટી કોટન સીડ્સની બીજી સૌથી મોટી કંપની છે. પાંચ વર્ષ પહેલાં આ 450 ગ્રામના બીટી કપાસના બિયારણના પાંચ લાખ પેકેટ્સ વેચતી હતી. હાલમાં 87 લાખ પેકેટ્સ વેચે છે. હાઇબ્રિડ મકાઇ અને ડાંગરના બિયારણ માર્કેટમાં કાવેરી સીડ્સ ત્રીજા નંબરે છે.
Prakash Biyani
| Aug 08, 2015, 04:08AM IST

કૃષિ સ્નાતકોના રોલ મોડલ ખેડૂતપુત્ર ભાસ્કર રાવ, વાર્ષિક ટર્નઓવર 1131.18 કરોડ
64 વર્ષીય ભાસ્કર રાવે ત્રણ દાયકામાં બિઝનેસ મેનેજમેન્ટની પણ ફિલ્ડ
ટ્રેનિંગ લીધી છે. વ્યવસાયનું સરસ રીતે સંચાલન કરવામાં આ કંપની મોખરે છે.
કાવેરી સીડ્સની હાલમાં ચાર સહયોગી કંપનીઓ છે. તેનો પોતપોતાનો વર્ક
પોર્ટફોલિયો છે. એક કંપની માર્કેટિંગ, બીજી રિસર્ચ માટે જવાબદાર છે તો
ત્રીજી કંપની બાયો ન્યૂટ્રિએન્ટ્સ જ બનાવે છે. ચોથી કંપનીની જવાબદારી પોલી
હાઉસિસ વેજિટેબલ્સની ખેતીની છે. ભાસ્કર રાવ જાણે છે કે શોધ કર્યા વગર
હાઇબ્રિડ સીડ્સ માર્કેટમાં લાંબા સમય સુધી ટકી શકાય એમ નથી. એટલા માટે
તેમણે 600 એકરનું રિસર્ચ ફાર્મ વિકસાવ્યું છે. કાવેરી સીડ્સના 1100
કર્મચારીઓમાં 50 કરતાં વધારે વૈજ્ઞાનિક ડોક્ટર્સ અને ટેક્નિશિયન્સ છે.
કાવેરી સીડ્સની પોતાની બાયોટેક્નોલોજી લેબ છે, જે આજકાલ દુષ્કાળનો સામનો
કરી શકે એવી વેરાઇટી પર કામ કરે છે. જમ્મુ-કાશ્મીર, કેરળ અને ઉત્તર-પૂર્વીય
રાજ્યોને બાદ કરતાં કંપનીના 15 હજાર કરતાં વધારે ડીલર્સ છે. કંપની મકાઇના
બિયારણની બાંગ્લાદેશમાં નિકાસ પણ કરે છે.
ફોર્બ્સે ‘એશિયા બેઝ્ડ અન્ડર બિલિયોનર’ (નાની તથા મધ્યમ કદની ટોપ 200 કંપનીઓ)ની યાદીમાં કાવેરી સીડ્સનો સમાવેશ સતત ત્રીજા વર્ષે કર્યો છે. ભાસ્કર રાવ કહે છે કે ભારત ‘ગ્લોબલ સ્પીડ હબ’ બનવાની ક્ષમતા ધરાવે છે પણ તેના માટે સરકારે બિયારણ ઉદ્યોગને પ્રિફર્ડ ઇન્ડસ્ટ્રીનું સ્થાન આપવું પડે જેથી કરીને સીડ બિઝનેસમેનને બિઝનેસ કરવાની સ્વતંત્રતા મળે, આ ઉદ્યોગમાં રોકાણ વધે અને વધારેમાં વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય.
prakashbiyani@yahoo.co.in (લેખક કોર્પોરેટ ઈતિહાસકાર છે)
No comments:
Post a Comment