Sunday, September 20, 2015

સ્ટીલ ઉદ્યોગની મંદીથી ચિંતીત બનેલી બેંકો

nullnullnullnull

દેશનો સ્ટીલ ઉદ્યોગ હાલ વિવિધ સમસ્યાઓનો  સામનો કરી રહ્યો છે. આર્થિક મંદીના પગલે વિવિધ  ઉદ્યોગોમાં વિકાસનો  વેગ ધીમો પડયો છે  અને તેના પગલે  સ્ટીલની માગને  અસર થઈ છે. એક બાજુ માગની મંદી સામે  બીજી બાજુ  દરિયાપારથી  વધેલી આયાતના  બેતરફી માર વચ્ચે ઘરઆંગણાની  સ્ટીલ બજારો અને  ઉદ્યોગો ભીંસાતા રહ્યા છે. દરિયાપારથી  વધેલી  આયાતો વિસ્વ નિકાસકાર દેશો દ્વારા થતી ડમ્પિંગના સ્વરૃપમાં વધી છે. ચાલુ વર્ષના એપ્રિલથી અત્યાર  સુધીના ગાળામાં  ગણતાં  દેશમાં સ્ટીલની  કુલ આયાતમાં આશરે  ૫૮ ટકાથી   વધુની વૃદ્ધી  થઈ હોવાનું  જોઈન્ટ  પ્લાન્ટ  કમિટીના   આંકડાઓ  જણાવે  છે. આમાં  ફલેટ સ્ટીલ  ઉત્પાદનો  એમ બંનેનો  સમાવેશ થાય છે. ભારતમાં  ખાસ કરીને  ચીનથી  તાજેતરમાં  આયાત વધી છે.  ચીન  ઉપરાંત જાપાન,  દક્ષિણ કોરિયા,  દેશના વિ. દેશોમાંથી  પણ ભારતમાં  સ્ટીલની આયાત તાજેતરમાં  વ્યાપક બનતાં   સ્ટીલ ઉદ્યોગ સફાળો જાગ્યો છે.
દરિયાપારથી આવતા બિનવ્યાજબી  આયાતના   પ્રવાહને  રોકવા એન્ટી ડમ્પિંગ  ડયુટીની   માગણી  ઉઠી છે અને સરકારે તેને હકારાત્મક  પ્રતિસાદ પણ આપ્યો છે. આવી સેફ ગાર્ડ  ૨૦ ટકા ડયુટી પછી શું સ્ટીલ ઉદ્યોગ  ફરી બેઠો  થઈ જશે?  શું બજારોમાં  ફરી રોનક આવશે?  એવો પ્રશ્ન  પૂછાતો થયો છે. દરિયાપારથી આયાત  વધતાં  ચાલુ વર્ષે  ફલેટ સ્ટીલના બજાર ભાવોમાં  ૧૫થી ૨૦  ટકાનું ગાબડું  પડયું છે.  બજારો ચિંતીત બની છે ત્યારે લાખ્ખો કરોડો રૃપિયાનું ધિરાણ લઈને બેઠેલો સ્ટીલ ઉદ્યોગ વધુ  ચિંતીત બન્યો છે.  આ ઉદ્યોગને ધિરાણ આપનાર બેંકો પણ ચિંતીત બની છે.  ચિંતાનું ચક્ર સતત ફરતું રહ્યું  છે. અત્યાર સુધીના અનુભવમાં  એવું જાણવા મળ્યું  છે કે જયારે જયારે ભારતમાં  કોઈપણ ચીજની ઈમ્પોર્ટ  ડયુટી વધારવાઈમ્પોર્ટ  ડયુટી  વધ્યા પછી   દેશમાં  ફલેટ સ્ટીલની ઈમ્પોર્ટ  કોસ્ટ ઉંચી  જતાં આવું  ફલેટ સ્ટીલ કાચા માલ તરીકે વાપરતા દેશના કાર અને કન્ઝયુમર ડયુરેબલ્સના ઉત્પાદકો માટે ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધી થશે. આ ઉત્પાદકો  ભાવ વધારો ગ્રાહકો પર લાદશે. આના પગલે આ ઉત્પાદનોની  માંગને પણ અસર થશે.  દેશના અર્થતંત્ર  માટે આ વાત નિરુત્સાહી સાબીત થશે. ડયુટી પછીની આયાત પડતર ગણતાં  દેશમાં હોટરોલ્ડ સ્ટીલની આયાત પડતર  ટનદીઠ ૪૫૫ ડોલર આસપાસ થાય છે  જેની સામે  જૂન  ત્રિમાસિકમાં  આવી પડતર  ૪૬૨ ડોલરની તથા ૨૦૧૪ -૧૫ના નાણાં વર્ષમાં  ૫૫૦ ડોલર નોંધાઈ હતી. ભારતમાં સ્ટલીની આયાત પડતર સામે ઘરઆંગણે બનતા સ્ટીલના ભાવો પ્રીમિયમમં ચાલતા રહ્યા છે. આના પગલે આયાત વધે છે.  

યુવાધનનું ગૌરવ લેવાય છે પણ યોગ્ય નોકરીનો અભાવ

nullnullnullnull

યુનોના વસતિ વિભાગે તાજેતરમાં જ વિશ્વની ભાવિ વસતિ પરનો તેનો સુધારિત અહેવાલ રજુ  કર્યો છે. આ અહેવાલ પ્રમાણે વિશ્વની વસતિ જે એક દાયકા પહેલા વાર્ષિક ૧.૨૪ ટકાના દરે વધતી હતી તે હાલમાં ૧.૧૮ ટકાના દરે વધી રહી છે.  વિશ્વની હાલની વસતિ જે  ૭.૩૦ અબજ છે તેમાં આગામી પંદર વર્ષમાં ૧ અબજનો ઉમેરો થવાનો અંદાજ છે. ૨૦૩૦ સુધીમાં વિશ્વની વસતિ વધીને ૮.૫૦ અબજ અને ૨૦૫૦માં આ આંક ૯.૭૦ અબજ પર પહોંચી જવા ધારણાં છે. વિશ્વની ૬૦ ટકા પ્રજા એશિયાના દેશોમાં વસે છે. ચીન તથા ભારત સૌથી વધુ વસતિ ધરાવતા દેશ છે. વિશ્વની ૧૯ ટકા વસતિ ચીનમાં જ્યારે ૧૮ ટકા ભારતમાં વસે છે.  વસતિની દ્રષ્ટિએ ભારત જે અગાઉ ૨૦૨૮માં ચીન કરતા આગળ નીકળી જવાની ધારણા રખાતી હતી તે હવે ૨૦૨૨માં જ  ચીનને પાર કરી જવાનો અહેવાલમાં અંદાજ મુકાયો છે. સાત વર્ષ પછી બને દેશો  દરેક ૧.૪૦ અબજની વસતિ ધરાવતા થઈ જવાની ધારણાં છે એટલે કે વિશ્વની કુલ વસતિમાંથી ૨.૮૦ અબજ વસતિ આ બે દેશો ધરાવતા થઈ જશે. ૨૦૨૨ પછી ભારતની વસતિ ૨૦૩૦ સુધીમાં ૧.૫૦ અબજ અને ૨૦૫૦ સુધીમાં ૧.૭૦ અબજ થઈ જવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. જ્યારે ૨૦૩૦ પછી ચીનની વસતિમાં સાધારણ ઘટાડો થવાની શકયતા જોવાઈ રહી છે.
ભારતની લોકસંખ્યાના વિભાજન વિશે ઘણું જ લખાઈ રહ્યું છે. યુનોના અંદાજ પ્રમાણે ભારત સૌથી વધુ યુવા વસતિ ધરાવે છે. ભારતની કુલ વસતિમાંથી ૮૩.૫૦ કરોડ યુવાધન એટલે કે ૩૫ વર્ષથી નીચેની વયના છે એટલે કે ૬૬ ટકા યુવાન વસતિ છે જ્યારે ચીનમાં આ આંક ૪૭ ટકા છે. આટલી જંગી માત્રામાં યુવાધન હોવાછતાં ભારતમાં વૃદ્ધત્વ જોવા મળે છે.  ભારતમાં ૩૫ વર્ષથી નીચેના લોકોની વસતિ ૨૦૫૦માં ૪૭ ટકાથી નીચે ચાલી જવાની યુનોના અહેવાલમાં અંદાજ મુકાયો છે. ૨૦૫૦માં ચીન માત્ર ૩૩ ટકા યુવાધન ધરાવતું રાષ્ટ્ર બની રહેશે. ભારતનો પોટેન્સિયલ  સપોર્ટ રેશિઓ ૧૧.૭૦ છે એનો અર્થ ૬૫ વર્ષથી ઉપરની દરેક એક વ્યક્તિ સામે કામકાજ કરવાની વય ધરાવનારાની સંખ્યા ૧૨ જેટલી છે. પોટેન્સિયલ સપોર્ટ રેશિઓ એટલે  અન્યો પર નિર્ભર રહેનારાઓનું પ્રમાણ. ૨૦૫૦ સુધીમાં ભારતનું આ પ્રમાણ ઘટીને પાંચ  જ્યારે ચીનનું બે થઈ જવાની ધારણાં છે. પોટેન્સિયલ  સપોર્ટ રેશિઓ  ઊંચો હોવાનો અર્થ તેનો જીડીપી આંક પણ પ્રમાણમાં ઊંચો રહેવો જોઈએ. આ ત્યારે જ શકય બની શકે છે જ્યારે તે માટેની નીતિઓ સાનુકૂળ હોય. સાનુકૂળ નીતિ કામકાજ કરી શકે તેવી વસતિને લેબર ફોર્સ તરફ વાળી શકે છે, જેને પરિણામે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર) ઊંચો જોવા મળી શકે છે. ૨૦૨૦ સુધીમાં ભારતનો લેબર ફોર્સ વધીને ૫૬.૮૪ કરોડ રહેવાની પણ અહેવાલમાં ધારણાં મુકાઈ છે. આમ આ આંક આપણા નીતિવિષયકો માટે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે હાલના કરતા આ આંક ૪.૨૯ કરોડ વધુ છે, એટલે કે આગામી પાંચ વર્ષમાં સવાચાર કરોડ નવા રોજગાર ઊભા કરવાના રહેશે. આવનારા વર્ષોમાં ભારત વધુ યુવાધન તથા વધુ લેબર ફોર્સ ધરાવતો દેશ બનવાની તૈયારીમાં છે ત્યારે મહત્વના એવા આ સ્રોતોનો યોગ્ય ઉપયોગ થાય તે જરૃરી છે. એટલે કે આ સ્રોતનો પ્રોડકટિવ ઉપયોગ થવો રહ્યો. લેબર પ્રોડકટિવિટીની વાત કરીએ તો ભારતની લેબર પ્રોડકટિવિટીનો વિકાસ દર ૨૦૧૫ના અંતે પૂરા થયેલા પાંચ વર્ષમાં વાર્ષિક સરેરાશ ૩.૮૦ ટકા હતો જ્યારે ચીનનો આ દર ૭.૪૦ ટકા રહ્યો છે. ભારતમાં પ્રતિ વ્યક્તિ  વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૩૬૩૭ ડોલર છે જ્યારે ચીનમાં આ આંક ૨૩૮૦૯ ડોલર છે. ભારતમાં ઉત્પાદનક્ષમતાનો નીચો દર તેને વારસામાં મળેલા યુવાધનનો ખરા અર્થમાં ઉપયોગ થતો નહીં હોવાનું સૂચવે છે. દેશના લેબર ફોર્સની ઉત્પાદનક્ષમતાના નીચા દર માટે આવશ્યક તાલીમનો અભાવ હોવાનું માનવામાં આવે છે.  આવશ્યક તાલીમ નહીં મળી શકતા દેશને સ્કીલ લેબર ફોર્સ મળતો નથી. ફિક્કીના અગાઉના એક અહેવાલ પ્રમાણે, દેશમાં લેબર ફોર્સમાંથી માત્ર બે ટકાને જ કામને લગતી પૂરતી તાલીમ મળી શકે છે. ૨૦૨૦ સુધીમાં ભારત તાલીમબદ્ધ કર્મચારીની અછત તથા વધુ પડતા અનસ્કીલ્ડ લેબરની સમશ્યાનો સામનો કરતું હશે. દેશમાં પ્રવૃત અનેક આઈટી કંપનીઓ દ્વારા ભરતી કરાતા એન્જિનિયરોને ભરતી પછી પણ તાલીમ આપવી પડે છે. ૨૦૧૧માં જાહેર કરાયેલી નેશનલ મેન્યુફેકચરિંગ પોલીસિ હેઠળ ૨૦૨૨ સુધીમાં ઉત્પાદન ક્ષેત્રમાં ૧૦ કરોડ વધારાના રોજગાર ઊભા કરવા સાથે જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો ૨૫ ટકા પર લાવવાની નેમ રખાઈ છે. ઉત્પાદન ક્ષેત્રમાં ઊભા કરાતા દરેક રોજગારની બહુવિધ અસર જોવા મળે છે. એક નવો રોજગાર સંબંધિત બેથી ત્રણ નવા રોજગાર ઊભા કરે છે, એમ પોલીસિમાં જણાવાયું હતું. વધી રહેલા મોટી સંખ્યાના લેબર ફોર્સને સ્થાન આપવા દેશના ઉત્પાદન ક્ષેત્રનો દ્વીઅંકમાં વિકાસ થાય તે જરૃરી છે. વર્તમાન કેન્દ્ર સરકારે આપણા ઉદ્યોગોની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારવા દેશના  યુવાનો તથા યુવતિઓમાં સ્કીલ વધારવા ખાસ યોજના ઘડી છે ત્યારે નાણાંકીય વર્ષ ૨૦૧૪-૧૫ના  દેશના વિવિધ મંત્રાલયના સ્કીલ ડેવલપમેન્ટના આંકડા  પર નજર નાખવામાં આવે તો તે ખાસ ઉત્સાહજનક નહીં હોવાનું જણાય છે.  મોદી સરકાર પોતાના વિવિધ મંત્રાલયોને કાર્યક્ષમ બનાવવા પર ખાસ ધ્યાન આપી રહી હોવા છતાં  ૨૦૧૪-૧૫ના વર્ષમાં સ્કીલ ડેવલપમેન્ટનો ટાર્ગેટ હાંસલ થઈ શકયો નહતો. નવા રચાયેલા સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યુઅરશિપ મંત્રાલય હેઠળની નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ એજન્સી (એનએસડીએ) દ્વારા એકત્રિત કરાયેલા આંકડામાં ૨૧ વિભાગો અને મંત્રાલયોએ ૨૦૧૪-૧૫ના વર્ષમાં કુલ ૭૬ લાખ  લેબર ફોર્સને તાલીમ પૂરી પાડી હતી  જ્યારે ટાર્ગેટ એક કરોડ પાંચ લાખ લોકોને તાલીમ  આપવાનો હતો. આપણા દેશમાં એન્જિનિયર થઈને બહાર પડતા યુવાન-યુવતિઓમાંથી ૭૦ ટકાને વ્યાપક તાલીમની આવશ્યકતા રહે છે એમ ક્રિસિલના એક અહેવાલમાં જણાવાયું છે. તેમનામાં ટેકનિકલ સ્કીલ્સનો અભાવ રહે છે. ભારતની વસતિમાં યુવાધનની વિપુલ માત્રા આપણી માટે જમા પાસુ છે ત્યારે આ યુવાધનમાં પૂરતી તાલીમ તથા કુશળતાનો અભાવ આપણી નબળી બાજુ છે. પોતાની વસતિના જોરે જો ચીન વિશ્વનું ઉત્પાદન મથક બની શકતું હોય તો યુવાધનના જોરે ભારત માનવ સ્રોતનું મથક શા માટે ન બની શકે. માનવ મૂડીનો વિકાસ થાય તે જરૃરી છે તેની સાથોસાથ રોજગાર માટેની તકો પણ ઊભી કરવી અનિવાર્ય બની રહે છે.  યુવાધનમાં પૂરતી તાલીમ તથા કુશળતાનો અભાવ આપણી નબળી બાજુ છે.

કૃષિ ક્ષેત્રે તાકીદે સુધારા કરવા સરકાર પર દબાણ

nullnullnullnull

નવી સરકારની રચના થયે સવા વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. આ સવા વર્ષના કાર્યકાળમાં હજુ સુધી આંખે ઊડીને વળગે એવી કોઇ બાબત નજરે પડતી નથી. તો બીજી તરફ સરકાર દ્વારા જે મુદ્દા આગળ વધવા માટે હાથ ધરાયા છે તેમાં પણ ભારે વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. જેનો તાજો દાખલો છે સંસદનું ચોમાસુ સત્ર.
વિવિધ મોરચે સરકારની અગ્નિ પરીક્ષા થઇ રહી છે. અગાઉ વરસાદ ખેંચાઇ જવાના કારણે દુકાળ જેવો માહોલ ઉદભવ્યો હતો. તો હવે અતિશય વરસાદના કારણે જંગી નુકસાન થવા પામ્યું છે. ગુજરાતમાં વિતેલા સપ્તાહમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યનો એક ખૂણો એવો બચ્યો નથી કે જ્યાં નુકસાન ના થયું હોય. હવે આ મુદ્દે પણ કેટલીક પ્રતિકૂળતાઓનો સરકારે સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉદભવી છે. આમ, સરકાર સમક્ષ કૃષિક્ષેત્રે સુધારા કરવા એ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. વિવિધ પરિબળોની અસર વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલના ભાવ ગગડી રહ્યા છે. ક્રુડના ભાવ ઘટતા સરકારની તિજોરીને ફાયદો થવાનો જ છે, તેમાં શંકાને સ્થાન નથી. પરંતુ પ્રજા ક્રુડના ભાવ ઘટાડાનો લાભ તેમના સુધી પહોંચે તેમ ઈચ્છી રહી છે. અગાઉ પણ આવી સ્થિતિનું નિર્માણ થયું ત્યારે સરકારે પહેલા પોતાની તિજોરી ભરી હતી અને પ્રજાને છુટીછવાઇ રાહતો જ મળી હતી. જો કે આ વખતે સરકારે પોતાની ક્ષમતા પુરવાર કરવાની રહેશે. કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો, આ ક્ષેત્રની કામગીરી એટલી સારી નથી. વિવિધ સમિતિઓએ કૃષિ ક્ષેત્રમાં તાકીદે સુધારાઓની કવાયત હાથ ધરવામાં આવે તેવી ભલામણો કરી છે. તેમાં વળી તાજેતરની અતિવૃષ્ટિએ બળતામાં ઘી હોમ્યું છે. બીજા એક મહત્વના મુદ્દાની વાત કરીએ તો, તેમાં એફસીઆઇ આધારીત જાહેર વિતરણ પ્રણાલીની જે દુકાનો છે તે વ્યવસ્થામાં પુનઃગઠનની ભલામણ છે તેમાં અડધું અનાજ લાભાર્થીઓ સુધી પહોંચતું નથી. પાક વીમા પર મિશ્રા સમિતિની રચના કરવામાં આવી હતી તે સમિતિએ કૃષિ ક્ષેત્રના પડકારોને પહોંચી વળવા માટે આધુનિક પ્રણાલીઓ પ્રસ્થાપિત કરવામાં આવે તેના પર ભાર મૂક્યો છે. મોદી અમલદારશાહી કાર્યક્ષમ બને તેના પર ભાર મૂકી રહ્યા છે. પણ કૃષિ ક્ષેત્રમાં તેની કોઇ અસર નથી જોવા મળી રહી. નાણાકીય વર્ષ ૨૦૧૫માં સરકારે ૧૫ મિલિયન ટન અનાજનો જથ્થો એફસીઆઇમાં સંઘરાયેલો છે. તેને વેચવાની જાહેરાત કરી જેથી કરીને એફસીઆઇની પડતરમાં ઘટાડો થવાની સાથે સાથે ફુગાવાને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે, પણ હજી ૪ મિલિયન ટન અનાજનું વેચાણ થઇ શક્યું છે. બફર સ્ટોક રાખવાના ધારાધોરણ પ્રમાણે ૪૨ મિલિયન ટનનો સ્ટોક રાખવાનો રહે છે તેની સામે તા. ૧લી જુલાઇની સ્થિતિએ એફસીઆઇ પાસે રૃા. ૫૦,૦૦૦ કરોડનો વધારાનો સ્ટોક હતો. શાંતાકુમાર સમિતિની ભલામણોને ધ્યાનમાં લેવામાં આવે તો સરકારે ૧૦ મિલિયન ટનનો જ સ્ટોક રાખવાનો રહે છે. અને ત્યાર પછી સરકારે ઘઉં અને ચોખામાં વાયદામાં ખરીદી કરવાની રહેશે. સરકાર જો આ વખતે સ્ટોકનો નિકાલ કરવામાં વિલંબ કરશે કે પછી તેને કઠોળ અને ખાદ્યતેલની આયાત કરવી પડી તેમજ તેના પરની ઊંચી જકાત ભારણમાં ઘટાડો કરવાની ફરજ પડી, તો સરકારની ફુગાવાને નિયંત્રિત કરવાની ક્ષમતા પર એટલા અંશે પ્રતિકૂળ અસર થશે. ટૂંકમાં સરકાર સમક્ષ હાલ કૃષિ ક્ષેત્રે તાકીદે સુધારા કરવા દબાણ થઇ રહ્યું છે. આ મુદ્દો અર્થતંત્રની પારાશીશી સમાન હોઇ સરકારે તેને અગ્રીમતા આપવી જ પડશે અન્યથા તેના વરવા પરિણામ જોવા મળે તો નવાઇ નહીં!!!

હવાઇ ભાડામાં એટલે કે વિમાનની મુસાફરી દરમાં બેફામપણે ભાવવધારો કરીને મુસાફરોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે

nullnullnullnull

દેશમાં કાર્યરત એરલાઇન્સ કંપનીઓ દ્વારા તહેવારો, વેકેશન તેમજ કોઇ ચોક્કસ પ્રસંગ હોય તે ટાણે હવાઇ ભાડામાં એટલે કે વિમાનની મુસાફરી દરમાં બેફામપણે ભાવવધારો કરીને મુસાફરોને ખુલ્લેઆમ લૂંટવામાં આવે છે. થોડા સમય અગાઉ આ અંગે સરકારને મળેલી ઢગલાબંધ ફરિયાદો બાદ સરકારે હવાઇ ભાડાને અંકુશમાં લાવવા કવાયત હાથ ધરી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપનીઓ પાસે સ્વનિયમનનું માળખું સૂચવવાની માંગણી કરીને હવાઇભાડાનું નિયમન કરવાની પ્રક્રિયા શરૃ કરી છે. ગત સપ્તાહે મંત્રાલય અને એરલાઇન કંપનીઓ સાથે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવાઇભાડાનું નિયમન કરવાનું મિકેનિઝમ હજુ તૈયાર થવાના તબક્કામાં છે ત્યારે બેઠકમાં એરલાઇન્સે વધારે ભીડ ધરાવતા કેટલાક ચોક્કસ રૃટ પર ફ્લાઇટ્સની સંખ્યા વધારવાની દરખાસ્ત કરી હતી. સરકારે કહ્યું હતું કે, ''હવાઇભાડા ગેરવાજબી રીતે ન વધે તેની ખાતરી મળે તેવું માળખુ તૈયાર કરવા માટે અમે એરલાઇન્સ કંપનીઓને સૂચના આપી છે. પોતપોતાના માળખા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. અને આઠથી દસ દિવસ બાદ ફરી મળનારી બેઠકમાં તેના અંગે ચર્ચા કરવામાં આવશે.'' ભાડા પર અંકુશ મેળવવા માટે એરલાઇન કંપનીઓ તહેવારોની સિઝન દરમિયાન ક્ષમતામાં ઉમેરો કરે એવી દરખાસ્ત કોઇએ બેઠકમાં કરી હતી. આથી કંપનીઓ તેમના માળખા ઘડીને તૈયાર થઇ જાય એટલે અમારે તે વિકલ્પો અંગે ચર્ચા કરવી જરૃરી છે. વડાપ્રધાન મોદીએ તેમની તાજેતરની યુએઇ મુલાકાત બાદ કમરતોડ હવાઇભાડાં અંગે ચિંતા વ્યક્ત કર્યા બાદ એરલાઇન્સ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં ભાડાં ૨૦ ટકા જેટલા નીચા ગયા હોવાની દલીલ ઉડ્ડયન ઉદ્યોગે કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે સરકારે આ દલીલની સામે જણાવ્યું હતું કે, ભાડાં સતત ઊંચા રહ્યા હોવાની માન્યતા પ્રવર્તે છે. અને જેટ ઈંધણના ભાવમાં જે રીતે ઘટાડો થયો છે. તેની સરખામણીએ તો ભાડામાં થયેલો ઘટાડો સાવ નજીવો છે. વિમાની ભાડા અંગેની એરલાઇન્સ કંપનીઓની દરખાસ્ત ખૂંચે તેવી છે. કારણકે, ક્રૂડના ભાવ જે રીતે ઘટયા છે તે રીતે જ એર ફ્યુઅલ એટીએફના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.  આમ, આ વાસ્તવિકતા સાથે એરલાઇન્સ કંપનીઓ દ્વારા વસુલાતા ભાડા પ્રમાણમાં ઊંચા જ છે. તેમ છતાં, આ મુદ્દે વિરોધાભાસ ઉદભવે તેવું નિવેદન સરકાર દ્વારા ભરાઇ રહેલા પગલા સામે અવરોધ ઊભું કરનારું છે. હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દે એટલે કે હવાઇ ભાડા નિયંત્રણના મુદ્દે સરકાર કેટલી આગળ વધે છે....  

Wednesday, September 16, 2015

જય ગણેશ ગણનાથ દયાની


gujaratsamachar.com

।। જય ગણેશ ગણનાથ દયાનીધિ ।। ।। સકલ વિઘ્ન કર દૂર હમારે... ।।

સૌના લોકલાડીલા અને ફરજિયાત થઇ ગયેલા એવા ગણપતિ દાદાનો ગુરૃવારે દિવસ છે. ખાસ કરીને મરાઠી ભાઇ-બહેનો માટે તો ગજાનન ફેમિલી ભગવાન બની ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના લોકો પણ હર્ષોલ્લાસથી ગણેશ ચતુર્થી મનાવી રહ્યા છે. આ ભગવાનને દાદા અને બાપાનું સંબોધન બહુ વ્હાલુ લાગે છે.
બધાથી અલગ દેખાતા અને અલગ પડતા ભગવાન ગણેશજીને શુભ અને માંગલિક પ્રસંગોમાં જ નહિ, બલ્કે શ્રદ્ધાળુઓ કંઇ પણ નવું કરવા જાય ત્યારે આ દાદાને અચૂક યાદ કરે છે. મનોમન  એમના આશીર્વાદ લેવા જ પડે છે. એમનું સ્મરણ કરવાથી આપણી શ્રદ્ધા સો ટચની થઇ જાય છે.
મોટું માથું મોટા કાન મોટી સૂંઢ અને દુંદાળા આ દેવનો આઇ ક્યૂ  કોઇ પામી શકે તેમ નથી અને એટલે જ માતાપિતાની ગોળ ફરતે પ્રદક્ષિણા કરીને ચારધામની યાત્રા માતાપિતાના ચરણોમાં છે, એવું એમને પ્રસ્થાપિત કર્યું હતું અને ભાઇ કાર્તિકને પરાજિત કર્યા હતા. તેમ છતાં આજે ગણપતિ બાપા મોરિયાની ધૂનો લગાવતા ભક્તોના આપણા આ સમાજમાં ઘરડાંઘરની સંખ્યા વધતી જાય છે અને ઘણે ઠેકાણે તો કેટલાય દાદા-દાદીઓ, બા અને બાપાઓ દિકરાના ઘરમાં સળિયા વગરની જેલ ભોગવે છે. હજુય વખત વિતી નથી ગયો. જાગ્યા ત્યારથી સવાર પશ્ચાતાપના આંસુ સાથે થોડા હર્ષના આંસુ ટપકાવી દાદાને અરજ કરીએ, હે ! તારી ભક્તિ કરવાની લાયકાત અમને આપ ! અમને સુમતિ આપ !
વક્રતૂંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
નિર્વિઘ્નં કુરુ મેં દેવ સર્વ કાર્યેષુ સર્વદા.

રાધાષ્ટમી' - પ્રાગટય મહોત્સવ


gujaratsamachar.com

'રાધાષ્ટમી' - પ્રાગટય મહોત્સવ

શ્રી રાધા મહાત્મય - શ્રી કૃષ્ણના વિહારસ્થાન ગોલોકમાં શ્રી રાધાજી ગોલેકેશ્વરી તરીકે વિદ્યમાન છે. સૃષ્ટિના આરંભકાળે શ્રીકૃષ્ણ પોતે આપમેળે બે રૃપોમાં પ્રગટ થતાં, એકરૃપ તે પ્રકૃતિ અને બીજું રૃપ તે પુરુષ. જમણું અંગ પુરુષ અને ડાબુ પ્રકૃતિ. આ મૂળ પ્રકૃતિ પોતે જ રાધા છે. આ રાધા જ પોતે બ્રહ્મસ્વરૃપા નિત્ય અને સનાતન છે. ત્યારબાદ એમનાં પાંચ રૃપ થયાં. (૧) શિવસ્વરૃપ નારાયણી અને પૂર્ણ બ્રહ્મસ્વરૃપ ભગવતી દુર્ગા (૨) શુધ્ધ સત્વ સ્વરૃપે શ્રીપ્રભુની - શ્રી હરિની શક્તિ અને સમસ્ત સંપત્તિની અધિષ્ઠાતી દેવીરૃપે મહાલક્ષ્મી (૩) વાણી, બુધ્ધિ, વિદ્યા અને જ્ઞાાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતિ (૪) બ્રહ્માજીની પરમપ્રિય શક્તિરૃપે સાવિત્રી અને (૫) પ્રેમ પ્રાણોની અધિદેવીરૃપે પરમાત્મા શ્રીકૃષ્ણની પ્રાણાધિકા પ્રિયારૃપે સમગ્ર દેવીઓમાં અગ્રગણ્ય શ્રીકૃષ્ણની પ્રાણવલ્લભારૃપે, સંજીવિની શક્તિરૃપે, શ્રીકૃષ્ણની આત્મારૃપે શ્રી રાધા તરીકે.
આ મૂળ પ્રકૃતિ દેવીના અંશ, કલા, કલાંશ અને કાલાંશાંશ ભેદથી અનેકરૃપ છે. જેવાં કે ગંગા, તુલશી, મનસા, દેવસેના, ષષ્ઠી, કાલી, પૃથ્વી, સ્વાહા અને સ્વધા. વળી મૂળ પ્રકૃતિ રાધાના સંગથી 'કમલા'ની ઉત્પત્તિ થયેલ છે. શ્રી કૃષ્ણને માનવ અવતાર તરીકે પ્રગટ થવાના બે વર્ષ પહેલાં શ્રીકૃષ્ણે કરવાનાં કાર્યો વગેરેની પૂર્વભૂમિકા રૃપે તેવા વાતાવરણની સ્થાપના કરવાના હેતુથી શ્રી વૃષભાનુજી ગોપને ત્યાં સવારના છ વાગે ભાદરવા સુદ આઠમના દિવસે તેમના યજ્ઞાકુંડમાં પ્રગટ થયાં હતાં. આ દિવસ 'રાધાષ્ટમી' તરીકે ઓળખાય છે અને ધામધુમથી ઊજવાય છે. આ પહેલાં શ્રી યમુનાજી શ્રીકૃષ્ણના હૃદયમાંથી પ્રવાહિત થઈ, શ્રી રાધાજીને સર્વ રીતે સહાયભૂત થવા માટે પ્રગટ થયાં હતાં. માટે જ વૃન્દાવનમાં આવેલા મદન ટેર પર પડાવ નાખીને શ્રી રાધાજીના અનન્ય ભક્તરાજ અને શિષ્ય શ્રી હિત હરિવંશ મહાપ્રભુજીએ 'યમુનાષ્ટક' નામે શ્રી યમુનાજીની સ્તુતિ કરેલ છે.
શ્રીરાધાજીની અજોડ વિશેષતા  : એમની સુંદરતા, લાવણ્ય અને કરૃણા અજોડ છે. રૃપની સામ્રાજ્ઞી અને કરૃણામૂર્તિ રૃપે છે. પ્રેમ એટલે નિષ્કામ પ્રેમની તેઓ અધિષ્ઠાત્રી રૃપે છે. રસની ઉત્પત્તિનું મૂળ શ્રી રાધાજી છે. 'રાધા'માં 'ર' એટલે રસ અને 'ધ' ધારા છે. અને જ્યારે પ્રેમ અને રસ એટલે કે 'પ્રેમરસ' થઈ જાય છે ત્યારે અલૌકિકતાનાં દર્શન થાય છે. રાધા એટલે રસની ધારા. આ પ્રેમ રસધારાની રેલમછેલની વાત જ ન્યારી છે. શ્રી રાધાજીની કૃપાથી શ્રી શ્યામસુંદરનાં દર્શન થાય છે. ખરેખર તો શ્રીકૃષ્ણ પ્રેમની કલ્પલતા છે - પ્રેમમૂર્તિ છે. જ્યારે શ્રી રાધા શ્રીકૃષ્ણ પ્રેમનું મૂર્ત સ્વરૃપ છે. મહાભાવ એ પ્રેમનો સાર ગણાય છે. શ્રી રાધાજી મહાભાવ સ્વરૃપે છે. શ્રી રાધા મહાદેવી, મહાતેજસ્વી અને સૌંદ્રર્યની મહારાજ્ઞાી છે અને શ્રીકૃષ્ણની પ્રેમલીલાઓ અને ઉપાસનાનું સ્થાન છે. શ્રી રાધા કૃષ્ણનું સ્વરૃપ છે. તેઓ કૃષ્ણનો જ અંશ હોઈ, તેઓ કૃષ્ણની પ્રેમશક્તિ છે. શ્રી કૃષ્ણે સંમોહિત કર્યા છે. અરે! સર્વ દેવોમાં જે દૈવી શક્તિ છે તે શ્રી રાધાજીની છે. સર્વ દેવોથી માંડીને સૃષ્ટિના સર્વજીવો શ્રી રાધેની શક્તિથી જ અસ્તિત્વ ધરાવે છે. સર્વના અધિદેવતા જ શ્રી રાધા છે. જો રાધાનું પ્રાગટય ન થયું હોય તો કૃષ્ણનું પ્રાગટય પણ ન થયું હોત. રાધાજી તો શ્રીકૃષ્ણની સંજીવિની શક્તિ છે. જગત કૃષ્ણની  આરાધના કરે છે ત્યારે શ્રીકૃષ્ણ રાધાજીની આરાધના કરે છે. શ્રી કૃષ્ણ બોલીએ એટલે કે મન, નામમાં રાધાજીનું નામ સમાયેલું જ છે. કારણ કે 'શ્રી' અક્ષર એ જ રાધા છે. તેઓ વૃન્દાવનના પણ સામ્રાજ્ઞાી છે. તેમની કૃપા સિવાય વૃન્દાવન પ્રવેશ નથી મળતો. તેઓ નિત્ય કિશોરી છે, તેમની ઉંમર સોળ વર્ષથી વધતી જ નથી. તેમની ચરણરજ પ્રાપ્ત કરવા શ્રી બ્રહ્માજીએ એક હજાર વર્ષ તપ કર્યું હતું. શ્રી પ્રિયાજીના અંગે અંગમાં ઉજ્જવલ પ્રેમરસ તથા લાવણ્યકૃપા પૂર્ણ વાત્સલ્ય પ્રવાહ વહ્યા કરે છે. તેઓ માધુર્ય, સામ્રાજ્ય અને રસની એકમાત્ર સીમા છે. રાધાદેવી વેદોથી પર એવું ગુપ્ત અનુપમ ધન છે. એમની પદ-નખ છટાના એક કિરણમાં પંચામૃત સમુદ્રની અવધધારા વહેતી રહે છે.
શ્રી રાધાના મુખની માધુરીનું વર્ણન કરવા દેવો, કવિઓ વર્ષોથી પ્રયત્નશીલ છે, પરંતુ એમણે જોયું કે શ્રી પ્રિયાજીની સુંદરતા સાંસારિક નથી. તેમનું રૃપ જ સહજ છે. તેમનું રૃપ આત્માથી ભિન્ન નથી. તેમનો દેહ પણ આત્માનું અંગ છે. ભક્તોને આ સહજરૃપનું ભાન થતાં જ ભજનમાં રસિકતા ઉદય પામે છે. તેમના સમસ્ત અંગોમાં અનુપમ રૃપનું, સુંદરતાનો વાસ છે. શ્રી કૃષ્ણ કહે છે કે તેઓની દૃષ્ટિ ધારો કે કાનના કુંડળ પર સ્થિર થાય તો એમાં એમને સુંદરતાનાં દર્શન કરતાં કરતાં સમય પસાર થઈ જાય અને રાધાજીના સમગ્ર દર્શન બાકી જ રહે  છે. પ્રિયાજીના અંગોની શોભા જોતી કૃષ્ણ પોતાની જાતને સંભાળી શકતા નથી. આ સહજ સુંદરતાને ઢાંકવા,  રસની વૃધ્ધિ માટે સખીગણ તેમના અંગો પર આભુષણો ધારણ કરાવે છે. શ્રી રાધા સત્ ચિતાનંદમયી છે. તેઓ ચિન્મય સ્વરૃપે છે. આ ચિન્મય સ્વરૃપમાં મન, બુધ્ધિ, ઈન્દ્રિયો રહેલી છે. એમનું શરીર, મન, વાણી, શ્રીકૃષ્ણ પ્રેમથી આનંદિત છે. તેઓ મહાભાવ સ્વરૃપા છે. ઐશ્વર્ય, માધુર્ય, સૌંદર્ય તથા પ્રેમ સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે. કૃષ્ણ તેમની આરાધના કરે છે માટે તેઓ 'રાધા' કહેવાયાં છે. માટે જ રાધાની ભક્તિ શ્રેષ્ઠ છે. 'રા' અક્ષરનો અર્થ મહાવિષ્ણુ જેમના વિશાળ ભાલમાં કરોડો બ્રહ્માંડો છે. 'ધા' એટલે ધાત્રી. મુક્તિ અપાવે તે રાધા. રાધારાણીનું સ્વરૃપ સર્વત્ર વ્યાપ્ત છે.
રાધાની સર્વોપરિતા અને રાધાકૃષ્ણ (પ્રિયા-પ્રિયતમ)ની એકરૃપતા
રાધા સ્વયં આનંદ સ્વરૃપ છે. નિરંતર આનંદનું નામ જ રાધા. તેમનો વિહાર પણ નિત્ય છે, રાસ પણ નિત્ય છે. કેવળ પ્રેમભાવ-હેતભાવ જ રાધાને પામવાનો માર્ગ છે. તે સ્વયં રાધાભાવનું જ નામ છે. પ્રિયા-પ્રિતમ પ્રેમાવતારો છે. બે શરીર એક આત્માના રૃપે વિદ્યમાન છે. લીલા કરવા અને રાસ માટે તેઓ પ્રિયા-પ્રિતમ એ બે રૃપ ધારણ કરે છે. માટે તો 'નિત નિત લીલા, નિત નિત રાસ - નિત નિત પ્રેમનું નવું નવું રૃપ' શ્રી કૃષ્ણની એક રાધા છે અને શ્રી રાધાના એક કૃષ્ણ છે. અહીંયા ન કોઈ સાધક કે કોઈ સાધના કે ન કોઈ સાધ્ય છે. બંને 'શ્રીતત્વ'ના રૃપ છે. બંને એક જ છે પરંતુ એક થઈને બે થયેલા છે. પરસ્પર તત્સુખ ભાવનો રસાસ્વાદ ન કરવા માટે નિત્ય પ્રેમલીલા કરે છે. વિહાર કરે છે અને તેમાં જ લીન રહે  છે. રાધા તો રસરૃપ સ્વરૃપા છે. આમ તો બ્રહ્મના સગુણ અને નિર્ગુણ રૃપોની ઉપરાંત એકરૃપ છે જેને ગ્રંથોએ નેતિ નેતિ  કહી ઢાંકી રાખ્યું હતું તેને શ્રી હિતાચાર્યજીએ રાધાવલ્લભ સ્વરૃપે પ્રકાશિત કરેલ છે. આ રસ માર્ગમાં રસરૃપી દોરીના બે છેડા છે. પહેલો છેડો તે ભાવ જે સાધકના મનમાં ઉત્પન્ન થાય છે અને એની પાસે જ રહે છે. બીજો છેડો શ્રી પ્રિયાજીનું રૃપ, જે આ ભાવને ઉચ્ચતમ સ્થિતિમાં લઈ જાય છે. આ બંને છેડા એવા પવિત્ર છે કે સાધક ક્યારેય પણ કાળના ચક્રમાં ફસાતો નથી. શ્રી રાધા વિના કૃષ્ણ આધા છે. શ્રી રાધાકૃષ્ણ બંને એક બીજાના ઈષ્ટ છે. શ્રી રાધાકૃષ્ણની ગુરુ છે. માટે તેમના 'વલ્લભ' સ્વરૃપ સાથે શ્રી રાધા ગાદીના સ્વરૃપે બિરાજમાન છે. કારણ કે ગુરુની તો ગાદી જ હોય. જેમ સૂર્ય અને પ્રકાશને એકબીજાથી ક્યારેય છૂટા ન પાડી શકાય તેવી સ્થિતિ પ્રિયા-પ્રિયતમની છે. શ્રી રાધા કૃષ્ણની આત્મા છે જ્યારે શ્રીકૃષ્ણ આત્મારામ છે. કૃષ્ણના નામમાં 'ણ' આનંદનું પ્રતીક છે. પરંતુ અનંત સત્તા શ્રી  રાધારાણી છે. રાધા ભવબંધનો તોડવાવાળું તત્ત્વ છે. 'રા' અક્ષર બોલતાની સાથે જ 'ધા' સાંભળવા શ્રીકૃષ્ણ બોલનારની પાસે પહોંચી જાય છે. રાધાનું નામ જ અણમોલ છે. રાધા નામ જ મંત્ર છે. તેઓ કરૃણામૂર્તિ હોઈ કોઈનું પણ દુ :ખ તેઓ જોઈ શકતાં નથી. ગમે તેવો જીવ તેમના શરણમાં જાય તે જીવનો ઉદ્ધાર કરવા  શ્રીરાધાજી સ્વયં શ્રીકૃષ્ણને વિનંતી કરે છે.
શ્રી રાધાજીનો પરિવાર અને સખીગણ - લલિતા, વિશાખા, ચિત્રા, સુદેવી, રંગ દેવી, ઈન્દુ લેખા, તુંગભદ્રા અને ચંપકલતા એમ આઠ સખીવૃંદ છે. જેઓ કેમ કરીને શ્રી પ્રિયા-પ્રિતમને આનંદ-સુખ મળે તે માટે હમેશાં તત્પર અને કાર્યરત રહે છે અને આમ કરવામાં જ તેમને આનંદ મળે છે. માતા કિર્તિદા, પિતા વૃષભાનુ, મોટાભાઈ શ્રી દામા અને નાની બહેન અનંગ મંજરી એ એમનો પરિવાર છે.
કોઈને કોઈ રૃપમાં શ્રી રાધા સર્વત્ર વ્યાપ્ત - વૈદિક શાસ્ત્રોમાં ધન, અન્ન, પૂજા, નક્ષત્ર આદિ અર્થમાં રાધા શબ્દનો પ્રયોગ થયેલ છે. જયદેવજીના ગીતોએ રાધાને કાવ્યભક્તિ એવા બંને ક્ષેત્રોમાં પૂર્ણતમ રૃપ આપી તેમને પ્રેમીકા, નાયિકા, આરાધ્ય દેવી, આદિપૂજ્ય તેમજ પ્રેમાસ્પદ પર સ્થાપિત કરેલ છે. ખેડૂતવર્ગ તેમજ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં 'રાધાષ્ટમી'ને 'ધરો આઠમ' તરીકે ઉજવે છે. ધન એટલે અનાજ, આમ પાકની સંપત્તિ દેનારી દેવી તે રાધા. ધરો નામનું પવિત્ર ઘાસ છે. જે પૂજામાં આસન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે એટલે ધરો આઠમને દિવસે સ્ત્રીઓ પશુઓ માટે ઘાસચારો લેવા જતી નથી કારણ કે બીજા ઘાસની સાથે ધરો નામનું ખાસ કપાઈ ન જાય.
રાધાષ્ટમીનો દિવ્ય સંદેશ  : શ્રી કૃષ્ણની મહત્તા અને ખ્યાતિ વધારવા રાધારાણીની પોતાની કોઈ કલા નથી. શ્રીમદ્ ભાગવત જેવા ગ્રંથમાં પણ રાધાજી સર્વત્ર છે, પરંતુ છૂપાયેલા રહેલ છે માટે તો આ પ્રેમ રાજ્યમાં આવ્યા પછી શ્રી શ્યામસુંદરે સૃષ્ટિ રચના, પાલન આદિની ચિંતા છોડી દીધી છે. રાધાકૃષ્ણ જેવો નિર્મળ પ્યાર ભૂતકાળમાં કોઈએ કર્યો નથી, વર્તમાનમાં કોઈ કરી રહ્યું નથી અને ભવિષ્યમાં કોઈ કરશે પણ નહીં. હૃદયમાં પ્રેમ ભરી રાખો તો આનંદ મળશે. પ્રેમ કરો, પ્રેમથી રહો. સૌના હિત-કલ્યાણ માટે જીવીને સાર્થકતા પ્રાપ્ત કરો. રાધા કા નામ અણમોલ, બોલો રાધે રાધે. આમ સારનો સાર શ્રી રાધાનામ છે. રહે જાવ રાધે રાધે, ચલે આયેંગે બિહારી - માનવ જીવન મળ્યું છે. રાધે રાધે રટતા જાવ અને જીવન સાફલ્ય બનાવો.

ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ


gujaratsamachar.com

ઘોર અપરાધીને પણ ક્ષમા કરીએ

માઘ મહિનાની કડકડતી ઠંડીમાં પ્રભુ મહાવીર શાલશીર્ષ ગામના  ઉદ્યાનમાં ધ્યાનસ્થ  અવસ્થામાં હતા. સુસવાટાભર્યા ઠંડા પવનની લહરીઓને કારણે થીજી જાય એવી ઠંડી હતી. આ સમયે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીરસ્વામી એક વૃક્ષની નીચે ધ્યાનસ્થ મુદ્રામા હતા. એમની ધ્યાનસ્થ દશા પણ એવી હતી કે બહારની ગમે તેટલી પ્રતિકૂળતા હોવા છતાં તેઓ સદૈવ અડોલ, અપ્રતિબદ્ધ  અને આલંબનરહિત રહેતા હતા.
આ સમયે કટપૂતના નામની વ્યંતરીના મનમાં પૂર્વભવનું વેર સળવળી  ઊઠયું. ભગવાન મહાવીર જ્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમા હતા, ત્યારે કટપૂતનાએ અણમાનીતી રાણી વિજયવતી હતી. એ પછી તો કેટલાય ભવોનું ભ્રમણ થયું, પરંતુ એ પૂર્વભવનો દ્વેષ  ફરી જાગી  ઊઠયો અને એનું હૃદય વેર લેવા માટે અતિ તત્પર બની ગયું.
વેર ક્યારેય સાચા-ખોટાનો વિચાર કરે નહીં. એ રીતે કટપૂતનાએ ભગવાન મહાવીરનો ધ્યાનભંગ કરાવવા માટે ઉપસર્ગ કર્યો. એના મનમાં તો બદલાની એવી ભાવના હતી કે આ યોગી મહાવીરના દેહને શિયાળાની કડકડતી ઠંડીમાં હિમ જેવું ઠંડુ પાણી રેડીને એમનું જીવન મુશ્કેલ કરી દઉં. એ ઠંડીથી ઠૂઠવાઇ જાય, તો  જ વેરથી બળતાં મારા હૃદયને ટાઢક વળે.
વ્યંતરી કટપૂતનાએ તાપસીનું રૃપ ધારણ કરીને એની જટામાંથી મૂશળધાર વરસાદની માફક હિમની શીતળતાને ભૂલાવે એવું ઠંડુ પાણી ધ્યાનસ્થ યોગી મહાવીરના દેહ પર વરસાવવા લાગી. એક તો આસપાસ કારમી ઠંડી અને એમાં બરફ જેવું  ઠંડુ પાણી. આમાં ઓછું હોય તેમ, એણે જોરદાર સૂસવાટાભર્યો પવન શરૃ કર્યો. કટપૂતના અટ્ટહાસ્ય કરતી જોવા લાગી કે હવે આ યોગીની દશા શું થાય છે?
એણે તો વિચાર્યું હતું કે આ ધ્યાનસ્થ યોગીનો ધ્યાનભંગ થશે અને કારમી ઠંડીમાં રેડાતાં ઠંડા પાણીથી બચવા માટે એ અહીંથી નાસીને ક્યાંક દૂર ભરાઇ જશે.
ભગવાનના જીવનમાં અનેક ઉપસર્ગો આવ્યા. શાલશીર્ષ ગામની બહાર ઉદ્યાનમાં આવેલો આ ઉપસર્ગ એ શીત ઉપસર્ગ હતો. ક્યાંક પ્રાણીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક માનવીઓએ ઉપસર્ગ કર્યા, ક્યાંક દેવો, યક્ષ અને વ્યંતર-વ્યંતરીએ ઉપસર્ગ કર્યા.
કટપૂતનાનો આ ઉપસર્ગ એવો હતો કે કોઇપણ ઠંડીથી ઠૂઠવાઇને મૃત્યુ પામે, પરંતુ યોગી મહાવીરને કાયાનું કષ્ટ કઇ રીતે ધ્રૂજાવી શકે? બહારની આપત્તિ ક્યાંથી અકળાવી શકે?  ઉપસર્ગો કઇ રીતે એમને ધ્યાનથી વિચલિત કરી શકે? પહેલાં તો કટપૂતનાએ વિચાર્યું કે કદાચ થોડીવાર આ ઠંડી જલધારા સહન કરી શકશે, પરંતુ લાંબો સમય સહન  થશે નહીં.
પરંતુ એની ધારણા ખોટી પડી. આખી રાત એણે હિમ જેવા ઠંડા જળની ધારા વરસાવી, પરંતુ યોગી મહાવીર તો સુમેરુ પર્વતની જેમ  પરિષહ સહેવામાં નિશ્ચલ રહ્યા, બલ્કે આ શીતળ જળછંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધો. કટપૂતના નિષ્ફળ  ગઇ, નિરાશ થઇ અને એના મનમાં ધૂંધવાતો ક્રોધ ધીરે ધીરે ઘટવા લાગ્યો.
પૂર્વભવનું વેર ત્યજીને વિચારવા લાગી કે કેવી અદ્ભુત તિતિક્ષા અને અમાપ સમતા છે યોગી મહાવીરની! એ એમનાં ચરણમાં પડી અને પોતાના ઘોર અપરાધને માટે ક્ષમા માગી.
ક્ષમાસાગર ભગવાન મહાવીરની પ્રેમધારા સતત વરસતી રહી.
ગોચરી
સંસાર દુ :ખમય લાગે છે અને તેથી આપણે સતત દુ :ખોનો ક્ષય ઝંખીએ છીએ, પરંતુ દુ :ખનો નાશ કરવો એ તો ડાળીનો નાશ કરવા  બરાબર છે, જ્યારે કર્મનો નાશ કરવો એ મૂળનો નાશ કરવા સમાન છે. દુ :ખના ક્ષયને બદલે કર્મનો ક્ષય ઈચ્છીએ, કારણ કે એ કર્મો જ દુ :ખ લાવે છે અને એ કર્મો જ કામ, ક્રોધ વગેરે પેદા કરે છે.