Wednesday, September 16, 2015

જય ગણેશ ગણનાથ દયાની


gujaratsamachar.com

।। જય ગણેશ ગણનાથ દયાનીધિ ।। ।। સકલ વિઘ્ન કર દૂર હમારે... ।।

સૌના લોકલાડીલા અને ફરજિયાત થઇ ગયેલા એવા ગણપતિ દાદાનો ગુરૃવારે દિવસ છે. ખાસ કરીને મરાઠી ભાઇ-બહેનો માટે તો ગજાનન ફેમિલી ભગવાન બની ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના લોકો પણ હર્ષોલ્લાસથી ગણેશ ચતુર્થી મનાવી રહ્યા છે. આ ભગવાનને દાદા અને બાપાનું સંબોધન બહુ વ્હાલુ લાગે છે.
બધાથી અલગ દેખાતા અને અલગ પડતા ભગવાન ગણેશજીને શુભ અને માંગલિક પ્રસંગોમાં જ નહિ, બલ્કે શ્રદ્ધાળુઓ કંઇ પણ નવું કરવા જાય ત્યારે આ દાદાને અચૂક યાદ કરે છે. મનોમન  એમના આશીર્વાદ લેવા જ પડે છે. એમનું સ્મરણ કરવાથી આપણી શ્રદ્ધા સો ટચની થઇ જાય છે.
મોટું માથું મોટા કાન મોટી સૂંઢ અને દુંદાળા આ દેવનો આઇ ક્યૂ  કોઇ પામી શકે તેમ નથી અને એટલે જ માતાપિતાની ગોળ ફરતે પ્રદક્ષિણા કરીને ચારધામની યાત્રા માતાપિતાના ચરણોમાં છે, એવું એમને પ્રસ્થાપિત કર્યું હતું અને ભાઇ કાર્તિકને પરાજિત કર્યા હતા. તેમ છતાં આજે ગણપતિ બાપા મોરિયાની ધૂનો લગાવતા ભક્તોના આપણા આ સમાજમાં ઘરડાંઘરની સંખ્યા વધતી જાય છે અને ઘણે ઠેકાણે તો કેટલાય દાદા-દાદીઓ, બા અને બાપાઓ દિકરાના ઘરમાં સળિયા વગરની જેલ ભોગવે છે. હજુય વખત વિતી નથી ગયો. જાગ્યા ત્યારથી સવાર પશ્ચાતાપના આંસુ સાથે થોડા હર્ષના આંસુ ટપકાવી દાદાને અરજ કરીએ, હે ! તારી ભક્તિ કરવાની લાયકાત અમને આપ ! અમને સુમતિ આપ !
વક્રતૂંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
નિર્વિઘ્નં કુરુ મેં દેવ સર્વ કાર્યેષુ સર્વદા.

No comments:

Post a Comment