બકાની જીભ થોથવાઇ રહી હતી. ''આમ તો મારું નામ પાટડીયા બકુલકુમાર સેવંતીલાલ છે, પણ બધા મને બકો જ કહે છે. શોર્ટમાં...''
(૧)
'જો બકા, તકલીફ તો રહેવાની.'
'જો બકા, ટેન્શન નહીં લેવાનું.'
'જો બકા, બહુ ભાવ નહીં ખાવાનો.'
'જો બકા, શાંતિ રાખવાની. ઓકે?'
'જો બકા, મિસ-કોલ નહિ મારવાનો...'
આવા બધા મેસેજ સેકન્ડ યર બી.કોમ.માં ભણતા બકાના ફોનમાં કદી આવતા જ નહોતા. કારણકે બકા પાસે સ્માર્ટ-ફોન નહિ, 'ડોબો-ફોન' હતો. નૉકિયા ૧૦૧૧, બે હજાર પાંચનું બ્લેક એન્ડ વ્હાઇટ મોડલ, અને એ પણ સેકન્ડ હેન્ડ. પેલી જાડી ચાર્જર-પિનવાળું.
બકાના આ ડોબા-ફોનમાં તો સાદા એસએમએસ પણ કોઇના નહોતા આવતા. ના ના સોરી, ઢગલાબંધ આવતા હતા. રોજના ૫૦ના હિસાબે આવતા હતા. પણ એ 'કોઇ'ના નહિ, 'યુનિનોર'ના આવતા હતા.
''સિર્ફ દસ રૃપિયે કે રિ-ચાર્જ મેં પાઇયે ૧૦૧ કોલ બિલકુલ મુફ્ત. રાત કે ૧૨ બજે સે સુબહ ૬ બજે તક. શર્તેં લાગુ.''
''આજ કા દિન કૈસા હોગા? વ્યાપાર મેં લાભ, પ્યાર મેં મુલાકાત, યા શત્રુ પર વિજય... જાનને કે લિયે સબ-સ્ક્રાઇબ કરેં 'ડેઇલી ભવિષ્ય.' ડાયલ કરેં નિઃશુલ્ક નંબર ૧૨૧૨૧૨.''
બકો આ બધા મેસેજ રાતના સૂતા પહેલાં વાંચતો. એનું મેથ્સ સારું હતું એટલે ૬૦ સેકન્ડનો એક કોલ અથવા ૨૪ કલાકની એક ભવિષ્યવાણી કેટલામાં પડે એનો હિસાબ તે મનમાં જ ગણી શકતો હતો. (નૉકિયા ૧૦૧૧માં કેલક્યુલેટર હતું, છતાં.
જોકે સૌથી ઉપર લખેલા પેલા બકાવાળા મેસેજો બકાને લગભગ રોજ મળતા તો હતા, પરંતુ મોબાઇલ દ્વારા નહિ, મોઢામોઢ! સવારથી ચાની રેંકડીવાળો, કોલેજમાં એની જોડે હંમેશાં દાદાગીરી કરતો પટાવાળો કે ક્લાસમાં એની પાછળની બેન્ચ પર બેસીને એના કોટન-શર્ટમાં જેલ-પેનની રીફીલ ટચ થતી રહે એ રીતે ગોઠવીને જાતભાતના ડાઘા પાડતા એના ક્લાસ-મેટ્સ એને અવારનવાર સંભળાવતા ઃ
'જો બકા, તકલીફ તો રહેવાની...'
'જો બકા, બહુ ભાવ નહિ ખાવાનો...'
'જો બકા, શાંતિ રાખવાની. ઓકે?'
આવા બકાની જિંદગીમાં એક દિવસ એક અણધારી ઘટના બની.
ઓછી હાજરીવાળા ક્લાસમાં હંમેશાં પહેલી બેન્ચ ઉપર બેસતો અને વધારે હાજરીવાળી કોલેજની કેન્ટિનમાં હંમેશા દૂરના કોઇ ખૂણામાં બેસતો બકો એ દિવસે બપોરે પોતદાના એલ્યુમિનિયમના ડબ્બામાંથી પોતે વહેલી સવારે ઊઠીને જાતે રાંધેલું ટીંડોળાનું શાક અને જાતે બનાવેલી ભાખરી ખાઇ રહ્યો હતો એવામાં એક અત્યંત સ્વરૃપવાન યુવતી એની તરફ આવતી દેખાઇ.
યુવતીએ બ્લેક કલરનું સ્લીવલેસ ટોપ અને મોડર્ન ફેશનને અનુરૃપ બે-ત્રણ ઠેકાણેથી ફાટેલું સ્કીન ટાઇટ જીન્સ પહેર્યું હતું. ઊંધુ ઘાલીને ભાખરી-શાકના ડૂચા મારી રહેલા બકાને આ યુવતી આ તરફ આવી રહી છે એ દેખાઇ જ ના હોત, પરંતુ અડધો-અડધ કેન્ટિનનો વિસ્તાર મઘમઘી ઊઠે એવા પરફ્યુમની તીવ્ર સુગંધ પોતાની નજીક આવતાં બકાનું નાક સળવળ્યું.
બકાને આવા તીવ્ર પરફ્યુમોની ટેવ નહિ, એટલે એના સળવળત નાકે છીંક ખાવાની આંતરિક વોર્નિંગ આપી દીધી. વોર્નિંગથી ચેતીને મોંમાં ભરેલા ભાખરી-શાકનો ડૂચો ઝડપથી ગળે ઉતારવાની ઉતાવળમાં બકાએ ઊંચું જોયું...
... અને એની નજરો પેલી યુવતી પર ચોંટી ગઇ!
આ પહેલાં બકાએ આવી બ્યુટી છ મહિના પહેલાં એક દોસ્તારના મોબાઇલ ફોનમાં 'શીલા કી જવાની'વાળા ગાયનમાં જ જોઇ હતી. (બાય ધ વે, બકાને ફિલ્મો જોવાની ખાસ ટેવ નહોતી. એ બારમામાં સારા માર્કે પાસ થયો એની ખુશીમાં તે પોતાના ગામડાના સિંગલ સ્ક્રીન થિયેટરમાં 'ઓ માય ગોડ' જોવા ગયેલો. એ પણ 'ધાર્મિક પિચ્ચર છે' એમ માનીને.)
યુવતી બકાના ટેબલ પાસે આવીને અટકી ત્યાં સુધીમાં બકાની છીંક પણ અટકી ગઇ.
'એક્સક્યુઝ મિ, ઈઝ ધીસ સિટ ટેકન?'
'હેં?'
'કેન આઇ સિટ હિયર?'
'હેં?'
'આઇ મિન, એનીબડી કમિંગ હિયર?'
'હેં?'
મૂળ બકાને એક પણ ઈંગ્લિશ પિકચર જોવાનો 'અનુભવ' નહિ, એમાં સામેવાળી સુંદરી શું કહી રહી છે એ સમજવામાં બકો માર ખાઇ ગયો. જોકે યુવતીને ગુજરાતી આવડતું હતું.
''માફ કરજો, હું અહીં બેસી શકું?''
''બેસો ને. એમાં માફ શું કરવાનું?''
ધોનીના બેટમાંથી બૂલેટની સ્પીડે નીકળતા સ્ટ્રેટ-ડ્રાઇવ જેવા જવાબથી સુંદરી બે ક્ષણ તો બઘવાઇ ગઇ. પણ પછી એ ખિલખિલાટ હસી પડી.
''હાહહા... યુ આર સો ફની.''
'હેં?'
''આઇ મિન, તમને મજાક કરતાં સારું આવડે છે.''
''ના હોં. આપણને મજાક બિલકુલ પસંદ નથી.''
બકો ઊંધુ ઘાલીને ભાખરી-શાકનો કોળિયો ચાવવા લાગ્યો. નાકનો સળવળાટ તો શમી ગયો હતો પણ બકાના દિમાગમાં ખળભળાટ ચાલુ થઇ ગયો. આટલી ખૂબસૂરત છોકરી આટલી નજીક બેઠી હોય અને આટલી હસી હસીને વાત કરતી હોય એવું તો સપનું પણ એને બાપ-જનમારામાં નહોતું આવ્યું. બકાનું ગળું સુકાવા લાગ્યું. ભાખરી-શાકનો ડૂચો કુંભમેળામાં ભૂલા પડી ગયેલા કોઇ અબુધ ગામડિયાની જેમ એના ગલોફામાં અહીંથી તહીં દિશાવિહીન બનીને ફરવા લાગ્યો.
''આ તમે શું ખાઇ રહ્યા છો?''
''ભ...ભ... ભાખરી ને શાક.'' કોલેજ કેન્ટિનના પ્લાસ્ટિકના કપમાં ભરેલા પાણીના ઘૂંટડા વડે કોળિયો ગળા નીચે ઉતાર્યા પછી બકાએ જવાબ આપ્યો.
''ઓ વાઉ! કેન આઇ ટેસ્ટ ઇટ?''
''હેં?''
''હું ચાખી શકું?''
''હા હા, ચાખો ને, મેં સવારે જાતે જ બનાવ્યું છે. આ ટીંડોળા છે ને, એ મારા ગામનાં ખેતરનાં છે.''
''ઓ વાઉ! મતલબ કે ફ્રેશ છે! એકદમ તાજાં!''
''ના, આમ તો પાંચેક દિવસ પહેલાંનાં છે.'' બકાએ સમજાવ્યું. ''ગયા રવિવારે હું ગામડે ગયેલોને, ત્યારે મારી મમ્મીએ ટીંડોળાના વેલા પરથી ઘણાંબધાં ટીંડોળાં વીણીને મને પોટલી બાંધી આપેલી. પણ એ કંઇ બગડી ના જાય. ભીનાં કપડાંમાં વીંટાળીને નળની બાજુમાં રાખી મૂકવાનાં. પછી રોજ સવારે થોડાં થોડાં કાઢીને, સમારીને એનું શાક બનાવી નાખવાનું.''
''ઓ...''
સામે જાણે સાક્ષાત્ સંજીવ કપૂર બેઠો હોય, અને પોતે શોધેલી કોઇ અદ્ભુત વાનગીની રેસિપી સમજાવતો હોય એવા અહોભાવથી યુવતી બકાનું શાક બનાવવાનું વર્ણન સાંભળતી રહી.
''વાઉ! તો, હવે તમે ફરીથી ગામડે જશો ત્યારે બીજાં ટીંડોળા લઇ આવશો?''
''ના, ભીંડા.''
''શું?''
''ભીંડા. અમારા ઘરની પાછળ વાડો છે ને, એમાં ઊગ્યા છે.''
''વાઉ...'' યુવતીને મનમાં હસવું આવી રહ્યું હતું છતાં ચહેરા પર સ્માઇલ રાખીને સલમાન ખાનને તેની આગામી બ્લોક-બસ્ટર ફિલ્મ વિશે સવાલ કરતી હોય તે રીતે એણે પૂછી નાંખ્યું ઃ
''તો, એ તાજા ભીંડાનું શાક તમે કેટલા દિવસ સુધી ખાશો?''
''દસેક દિવસ તો ખરું.''
બકાએ ભોળાભાવે સાચો જવાબ આપ્યો. પેલી તરફ કેન્ટિનમાં બેઠેલા તમામ કોલેજિયનોની નજર આ ખૂણામાં મંડાઇ ગઇ હતી. કોઇના ભેજામાં આ દ્રશ્ય બેસતું જ નહોતું! યાર, આ બને જ શી રીતે? થોડી મિનિટો માટે કેન્ટિનનો કોલાહલ પણ જાણે ઈકોનોમિક્સનો ક્લાસ ચાલુ થઇ ગયો હોય એ રીતે શાંત થઇ ગયો હતો.
''વેલ, મારે એ ભીંડાનં શાક પણ ખાવું છે. હોં!''
''હા હા, તમતમારે આવજો ને!''
''બાય ધ વે, મારું નામ શર્લિન છે. હું પહેલાં દિલ્હીમાં હતી. આ વરસે જ તમારી કોલેજમાં જોઇન થઇ છું, અને તમે?''
''હેં?''
''તમારું નામ...''
''બકો...''
બકાની જીભ થોથવાઇ રહી હતી. ''આમ તો મારું ઓરીજીનલ નામ પાટડીયા બકુલકુમાર સેવંતીલાલ છે, પણ બધા મને બકો જ કહે છે. શોર્ટમાં-''
''વેલ, નાઇસ ટુ મીટ યુ!''
શર્લિને એના લિસ્સા વાળને સહેજ ઝટકો આપતાં પોતાનો હાથ આગળ કર્યો. બકો ગૂંચવાયો. હાથ આગળ કરતાંની સાથે જ પાછો ખેંચી લીધો.
''હેં હેં, મારો હાથ એંઠો છે.''
''તો મારોય એંઠો જ છે ને? કેમ,હમણાં તમારું ભાખરી-શાક ના ખાધું?''
''હા, હોં'' બકાએ એનો એંઠો હાથ આગળ કર્યો.
શર્લિનની હથેળીમાં બકાની હથેળી સમાતાં જ બકાના આખા શરીરમાંથી જાણે કડકડતી ઠંડીનું લખલખું પસાર થઇ ગયું. સામાન્ય રીતે રોમેન્ટિક વાર્તાઓમાં આવી પરિસ્થિતિમાં લોકોના શરીરમાંથી વીજળીના કરંટો પસાર થઇ જતા હોય છે પરંતુ બકાનું શરીર જીઇ બોર્ડનું ટ્રાન્સફોર્મર નહોતું. એ જરા જુદી માટીનો બનેલો હતો.
''ઓકે, બાય! સી યુ!'' શર્લિન ખુરશીમાંથઈ ઊભી થઇ.
''હેં?''
''ફરી મળીશું.'' શર્લિને અનુવાદ કર્યો.
''હાસ્તો! ભીંડાનું શાક ખાવા...''
''યા શ્યોર!'' શર્લિન ખડખડાટ હસી પડી.
બકો પણ એને પોતાને જ ના સમજાય એવું કંઇક ભળતી જ ટાઇપનું હસ્યો. શર્લિન હથેળી ફરકાવતી જતી રહી. શર્લિનને જતી જોવામાં બકાને અચાનક ભાન તયું કે આખી કેન્ટિનની નજર એની તરફ ચોંટેલી હતી.
બકો ગભરાઇ ગયો. આટલી બધી નજરો એકસામટી એની સામે ધારીધારીને જોતી હોય એવી ઘટના એની જિંદગીનાં પૂરાં વીસ વરસ, છ મહિના અને સાડા સાત દિવસમાં કદી બની નહોતી.
બીજી તરફ, શહેરની સૌથી સ્માર્ટ ગણાતી આ સાયન્સ-કોમર્સ-મેનેજમેન્ટ કોલેજના કેમ્પસમાં પણ આવી ઘટના કદાચ પહેલી જ વાર બની હતી.
કોલેજના છોકરાઓને એ સમજાતું નહોતું કે માત્ર સાત દિવસ પહેલાં કોલેજમાં જોઇન થયેલી આ મારકણી બ્યુટી-ક્વીન શર્લિન સીધી બકા જોડે વાતો કરવા કેમ બેસી ગઇ? આ પહેલાં કોલેજ કેમ્પસના ભલભલા હેન્ડસમ અને ચાર્મિંગ છોકરાઓ શર્લિનની આજુબાજુ આંટા મારીમારીને થાકી ગયા હતા પરંતુ શર્લિને એમાંથી એકેય સામે એક નજર ઉઠાવીને જોયું સુધ્ધાં નહોતું. (હાય-હલો કે ઈન્ટ્રોની વાત તો પછી આવે.)
સવારના કોલેજના ટાઇમે શર્લિન એની હોસ્ટેલની રૃમ પાર્ટનર સવિતા સાથે આવતી. આવીને સીધી ક્લાસમાં જતી. અને ક્લાસમાંથી પાછી હોસ્ટેલમાં. રીસેસમાં પણ એ કેન્ટિનમાં જવાને બદલે લાઇબ્રેરીમાં જતી હતી. ત્યાં પણ કોઇ છોકરાને ચાન્સ મળતો નહોતો કારણ કે શર્લિન સતત એની રૃમ પાર્ટનર સવિતાને સાથે રાખતી હતી.
બે ત્રણ છોકરાઓએ 'વાયા સવિતા' એન્ટ્રી મારવાની કોશિશ કરી હતી પરંતુ સવિતા પોતે સીધીસાદી છોકરી હતી. એણે કોઇને કોઠું આપ્યું નહિ. ચકચકતી બાઇકો અને મોંઘી કાર લઇને કોલેજમાં રુઆબ છાંટી રહેલા હેન્ડસમ ચાર્મિંગ છોકરાઓને સમજાતું નહોતું કે આ શર્લિન નામની હુશ્ન-પરીને લપટાવવી શી રીતે?
* * *
સમજાતું તો માલવિકાને પણ નહોતું.
બે જ દિવસ પહેલાં માલવિકાએ તેની રેડ હ્યુન્ડાઇ કારમાં શર્લિનને લિફટ આપીને હોસ્ટેલ પર ઉતારી હતી. માલવિકાના પપ્પા બહુ મોટા ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા. આ નવી હ્યુન્ડાઇ માલવિકાની બર્થ-ડે ગિફટ હતી. હાઇ-સોસાયટી કલ્ચરનાં દેખીતાં લક્ષણોને કારણે બન્નેમાં પહેલી જ મુલાકાતમાં ફ્રેન્ડશિપ થઇ ગઇ હતી.
કેન્ટિનમાંથી બહાર નીકળેલી શર્લિન હવે ક્લાસરૃમ તરફ જઇ રહી હતી. પાછળથી માલવિકાએ તેના ખભે ટપલી મારીને તેને ધીમી પાડી.
''વૉટ ઈઝ હેપનિંગ શર્લિન?'' માલવિકાએ શર્લિન તરફ આંખ નચાવીને નટખટ સવાલ કર્યો ''કોઇ નહિ, ને પેલો બબૂચક જ મળ્યો તને, વાત કરવા માટે?''
''વાત નહિ, ફ્રેન્ડશિપ.'' શર્લિને કહ્યું ''હું એની સાથે ફ્રેન્ડશિપ કરવાની છું.''
''આર યુ નટ્સ?'' માલવિકા હસી પડી ''એ દેશી બલૂનમાં તને શું દેખાયું?''
''બેઇટ...''
''શું?''
''બેઇટ!'' શર્લિને અવાજ ધીમો કર્યો. બન્ને કોલેજના કોરિડોરમાં ચાલી રહી હતી. આજુબાજુ અન્ય કોલેજિયનોની ચહલપહલ હતી. શર્લિન જાણે કોલેજની કોઇ ટેક્સ્ટ-બુકમાંથી એકાદ ચેપ્ટરની છણાવટ કરતી હોય એવા અંદાજમાં બોલી ઃ
''ડિયર માલવિકા, બેઇટ એટલે છટકું. માછલી પકડવા માટે તમારે હૂકના કાંટામાં જેમ નાનકડું અળસિયું ભેરવવું પડે, અથવા તો સિંહનો શિકાર કરવા માટે એકાદ પાડાનું બચ્ચું દોરડા વડે બાંધીને રાખવું પડે, એને બેઇટ કહેવાય.''
''ઓહો. તો પેલો બકો બેઇટ છે.''
''રાઇટ.''
''ગેઇમ સમજાઇ નહિ, શર્લિન.'' માલવિકા પણ આજુબાજુ સ્વાભાવિક નજર દોડાવતી શર્લિન જોડે ચાલી રહી હતી.
''ગેઇમ ઇઝ સિમ્પલ.'' શર્લિને કહ્યું ''જો તમે કોલેજના હેન્ડસમ અને સ્માર્ટ છોકરાઓ સાથે વાતો કરવાનું ચાલુ કરો છો તો બધા એટલા બધા નજીક આવી પહોંચે છે કે યુ કાન્ટ ટેઇક પ્રોપર જજમેન્ટ, કે આમાં અસલી હીરો કોણ છે? કારણકે બધા એકબીજાને ઢાંકી રહ્યા છે. પણ જો એ બધાને દૂર રાખીને કોઇ બબૂચકને તમે ભાવ આપવા માંડો...''
'તો?'
'તો... ' શર્લિન એક પિલર પાસે ઊભી રહી ગઈ.
'તો તમે દૂરથી વારાફરતી તમારા શિકારને ઓળખી શકો છો. કોણ સ્માર્ટ છે, કોણ ઉતાવળિયો છે, કોણ ફુલ છે, કોણ બ્લફ છે અને કોણ જેન્યુઇન છે... બધું દૂરથી વધારે ઇઝીલી ખબર પડે છે...'
માલવિકાના ચહેરા પર સ્માઈલ આવી ગયું. 'લાગે છે કે શર્લિન, તું આ ગેઇમમાં ચેમ્પિયન છે!'
'વેલ!' શર્લિને ખભા ઉલાળ્યા. 'ડેડીની વરસે બે વરસે ટ્રાન્સફર થતી રહે છે, એટલે...'
'એટલે તારી પાસે ખાસ્સો અનુભવ છે! રાઇટ?'
માલવિકા હસી પડી. 'ઓકે. તો અહીં કોનો શિકાર કરવાનો પ્લાન છે?'
શર્લિનની આંખોમાં ચમક આવી.
'વેલ? સ્માર્ટ અને હેન્ડસમ તો બધા હોય છે. વૉટ મેટર્સ ઇઝ, મની...'
'બેન્ગ ઑન ટાર્ગેટ, બેબી!'
બંને એ એકબીજાને હાઈ-ફાઈવ તાળી આપી દીધી.
થોડીવાર પછી બંનેએ ક્લાસમાં એન્ટ્રી મારીને પાછળની બેન્ચો પર આસન જમાવ્યાં. આખા ક્લાસની નજર એમની તરફ હતી. પરંતુ સૌથી પહેલી બેન્ચ પર બેઠેલા બકાની નજર બ્લેક બોર્ડ તરફ જ હતી.
પ્રોફેસર દાખલ થયા. લેકચર શરૃ થયું. પણ બકાને સમજાતું નહોતું કે 'બકા, આજે આમ કેમ થાય છે?.... બધું બમ્પર કેમ જાય છે?'

No comments:
Post a Comment